શોધખોળ કરો

100 વર્ષ પહેલા પણ આવી મહામારી આવી હતી, સૌથી વધારે મૃતકોના દેશમાં હતું ભારતઃ પીએમ મોદી

કોરોનાના આ સંકટકાળમાં વિશ્વભરમાં રીત રિવાજોમાં પરિવર્તન આવ્યું છે. જે પ્રકારે તમે સવા કરી તેનો મોટો પ્રભાવ પડ્યો છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં લોકડાઉન દરમિયાન લોકોની મદદ કરનારા એનજીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું, લોકા હાલ બાબા વિશ્વનાથના દર્શન કરી શકતા નથી પરંતુ આ અભૂતપૂર્વ સંકટના સમયમાં આપણી કાશીએ સંકટનો મુકાબલો કર્યો તે વાત પણ સાચી છે. જે શહેર વિશ્વમાં જીવનતાનો સંદેશ આપતું હોય તેની સામે કોરોના શું ચીજ છે. જે કોરોનાના કારણે ચાની દુકાનો સુમસામ થઈ ગઈ હતી ત્યાં હવે ડિજિટલ અડ્ડા શરૂ થઈ ગયા છે. અહીંયાની સંગીત પરંપરાને ગિરિજા દેવીજી, બિસ્મિલ્લા ખાં જેવા મહાન સાધકોએ સમૃદ્ધ કરી, તેને આજના નવા કલાકારો આગળ વધારી રહ્યા છે. આપણા દેશમાં સેવાભાવ નવી વાત નથી. તે આપણા સંસ્કારોમાં છે. આ વખતનું સેવાકાર્ય સામાન્ય નથી. અહીંયા માત્ર ગરીબોને જમવાનું જ આપવાનું નહોતું પરંતુ કોરોના જેવી બીમારીનો ખતરો પણ હતો. સેવાની સાથે ત્યાગ અને બલિદાનનો ભાવ પણ હતો. જે લોકોએ આ દરમિયાન કામ કર્યુ છે તે સામાન્ય નથી. લોકોમાં એક ડર હતો તેમ છતાં સ્વેચ્છાથી લોકો આગળ આવ્યા. હું દરેક સાથે વાત નથી કરી શક્યો પરંતુ તમામના કામને નમન કરું છું. હું માત્ર જાણકારી નહીં, પ્રેરણા લઈ રહ્યો છું.
કોરોનાના આ સંકટકાળમાં વિશ્વભરમાં રીત રિવાજોમાં પરિવર્તન આવ્યું છે. જે પ્રકારે તમે સવા કરી તેનો મોટો પ્રભાવ પડ્યો છે. આટલા ઓછા સમયમાં ફૂડ હેલ્લપાઇન અને કમ્યૂનિટી કિચનનું નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઈન વિકસિત કરવી, ડેટા સાયન્સની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનો ભરપૂર ઉપયોગ કરવો એમ દરેક સ્તર પર તમામે ગરીબોની મદદ માટે પૂરી ક્ષમતાથી કામ કર્યું. આજથી 100 વર્ષ પહેલા આવી જ એક ભયાનક મહામારી આવી હતી. તે સમયે આટલી વસતી પણ નહોતી તેમ છતાં વિશ્વના જે દેશોમાં સૌથી વધારે લોકો મર્યા હતા તેમાં ભારત પણ હતું. આ વખતે જ્યારે મહામારી આવી ત્યારે તમામ લોક ભારતને લઈ ડરેલા હતા. તેમાં પણ 23-24 કરોડની વસતીવાળા ઉત્તર પ્રદેશને લઈ આશંકા વધારે હતી. પરંતુ તમારા સહયોગ, ઉત્તરપ્રદેશના લોકોના પરિશ્રમ, પરાક્રમે તમામ આશંકાને ખોટી પાડી.
આ દરમિયાન તેમણે લોકોને પાન ખાઈને ન થૂંકવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું, આજે ઉત્તરપ્રદેશે ન માત્ર સંક્રમણની ગતિને કાબૂમાં લીધી છે પરંતુ જેમને કોરોના થયો છે તેઓ પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. જેનું સૌથી મોટું કારણ તમે લોકો છે.
આજે 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. અમેરિકાની વસ્તીથી પણ ડબલ લોકોનું એક પણ પૈસો લીધા વગર ભરણ પોષણ કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget