શોધખોળ કરો
1 ડિસેમ્બર 2020થી RTGS સહિત બદલાઈ જશે આ 4 નિયમ, જાણો તમને શું ફાયદો-નુકસાન થશે
1 ડિસેમ્બર 2020થી ભારતીય રેલવે અનેક નવી ટ્રેન ચલાવવા જઈ રહી છે.

આગામી મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ડિસેમ્બર 2020થી આમ આદમીનાં જીવન સાથે જોડાયેલ અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આરટીજીએસ (RTGS), રેલવે અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ અનેક નિયમ સામેલ છે. નોંધનીય છે કે, નિયમોમાં ફેરફારની સીધી અસર આમ આદમીના જીવન પર પડશે. આવો જામીએ ક્યા નિયમમાં શું ફેરફાર થવા જઈ રહ્યા છે.
આરટીજીએસ (RTGS)માં ફેરફાર
જાણકારી અનુસાર 1 ડિેસમ્બર 2020થી બેંકો રૂપિયાની લેવડ દેવડ સાથે જોડાયેલ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આરબીઆઈએ આરટીજીએસ અથવા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. 1 ડિેસમ્બર 2020થી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. ત્યાર બાદ હવે આરજીટીએસ દ્વારા આખું વર્ષ 24 કલાક રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં આરટીજીએસ મહિનાના બીજા અને ચોથા શનિવાર છોડીને સપ્તાહના તમામ વર્કિંગ દિવસોમાં સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ઉપલબ્ધ રહે છે.
પ્રીયમમાં કરી શકાશે ફેરફાર
હવે 5 વર્ષ બાદ વીમાધારક પ્રીમિયનની રકમ પણ 50 ટકા ઘટી જશે. જેનો અર્થ એ થયો કે અડધી રકમની સાથે વીમાધારક પોલિસી ચાલુ રાખી શકશે.
અનેક નવી ટ્રીન ચલાવવામાં આવશે
1 ડિસેમ્બર 2020થી ભારતીય રેલવે અનેક નવી ટ્રેન ચલાવવા જઈ રહી છે. કોરોના કાળમાં રેલવે દ્વારા ઘણી વખથ નવી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ જ ક્રમમાં 1 ડિેસેમ્બથી કેટલીક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આ નવી ટ્રેનોમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બન્ને સામેલ છે. જણાવીએ કે, બન્ને ટ્રેનોને સામાન્ય ક્લાસ અંતર્ગત ચલાવવામાં આવશે. 01077/78 પુણે-જમ્મુતવી પુણે ઝેલમ વિશે અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન દરરોજ ચલાવવામાં આવશે.
એલપીજીની કિંમતમાં થશે ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે અને કિંમતમાં ઘટાડો કે વધારો અથવા સ્થિર રાખવામાં આવે છે. 1 ડિસેમ્બર 2020ના રોજ પણ દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement