(Source: ECI/ABP News/ABP Majha)
ગજબનો ભીખારી, ગળામાં બારકૉડ લટકાવીને ફરે છે, કોઇ ચિલ્લર ના આપે તો કહે છે PhonePe કરો...
ડિજીટલ રીતે ભીખ માંગતા ભીખારીનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ બહુજ લોકપ્રિય કહેવા છે કે મધ્યપ્રદેશ ગજબ છે. હવે અહીં એક ગજબનો ભીખારી જોવા મળ્યો છે. અહીં ભીખારી લોકોની પાસે અજીબોગરીબ રીતે ભીખ માંગી રહ્યો છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં એક ભીખારી પોતાના ગાળમાં બારકૉડ લટકાવીને લોકોને ફોન પે થી પેમેન્ટ એટલે ભીખ આપવા કહી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેમંત સૂર્યવંશી નામનો એક ભીખારી ગળામાં બારકૉડ લટકાવીને અને હાથમાં મોબાઇલ લઇને ડિજીટલ રીતે ભીખ માંગે છે. જો કોઇ વ્યક્તિ છુટ્ટા કે ચિલ્લર ના આપે તો, તે કહે છે કે ભીખ નહીં લઉં. તે ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે કહે છે. તે કહે છે ચિલ્લર ના આપો મને ફોન પે કરી દો. તે લોકોને પૈસા લેવા માટે પોતાના નિરાલા અંદાજમાં કહે છે, જો ચિલ્લર ના હોય તો ફોન પેથી ભીખ આપી દો.
ડિજીટલ રીતે ભીખ માંગતા ભીખારીનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. માહિતી અનુસાર, ડિજીટલ રીતે ભીખ માંગનારો ભીખારી હેમેત સૂર્યવંશી પહેલા નગરપાલિકામાં કામ કરતો હતો. પંરતુ તેને કોઇ કારણોસર નોકરીમાંથી કાઢી મુકવામા આવ્યો હતો. હવે તે પોતાનુ ગુજરાન ભીખારી બનીને ભીખ માંગીને ચલાવે છે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત