શું 10 વર્ષ જૂનું થઇ ગયું છે તમારુ આધાર કાર્ડ? UIDAI એ આપ્યું મોટુ અપડેટ
આધાર આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ વિના તમે ભાગ્યે જ કોઈ યોજનાનો લાભ મેળવી શકો છો. કોઈપણ સરકારી કામ માટે તે જરૂરી છે.
આધાર આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ વિના તમે ભાગ્યે જ કોઈ યોજનાનો લાભ મેળવી શકો છો. કોઈપણ સરકારી કામ માટે તે જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમને યાદ ન હોય કે તમારા આધાર કાર્ડ સાથે કયો નંબર લિંક કર્યો છે. તમારા માટે સારા સમાચાર આવ્યા છે. તમે એ ઇમેઇલ અને મોબાઇલ નંબરને વેરિફાઇ કરી શકો છો જેનાથી તમે આધાર ડિટેઇલ્સ અપડેટમાં અથવા જ્યારે તમે તેના માટે સાઇન અપ કર્યું હતું. હવે એવી કેટલીક સર્વિસ એવી પણ છે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આધાર સાથે લિંક કર્યા બાદ લઈ શકો છો.
#UpdateMobileInAadhaar
— Aadhaar (@UIDAI) May 20, 2024
Enjoy many Aadhaar-related services online, if your mobile is updated with Aadhaar, like Document Update, Download e-Aadhaar, Lock/Unlock Aadhaar, Bank Seeding Status, etc.
Visit your nearest Aadhaar center to update your mobile in Aadhaar. pic.twitter.com/1Ly7dsFyDR
વાસ્તવમાં સોશિયલ મીડિયા પરની તાજેતરની UIDAI પોસ્ટમાં, એવું કહેવામાં આવ્યું છે કે જો તમારો મોબાઇલ આધાર સાથે અપડેટ છે તો આધાર સંબંધિત અનેક સેવાઓને ઓનલાઇન મેળવી શકો છો જેમાં દસ્તાવેજ અપડેટ, ઇ-આધાર ડાઉનલોડ કરવું, આધારને લૉક/અનલૉક કરવું, બેન્ સીડિંગ સ્ટેટ્સ વગેરે સામેલ છે .
મોબાઇલ નંબર અને ઈમેઇલની વિગતો જાણો
-સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
-તે પછી ડ્રોપ-ડાઉન મેનૂમાંથી "વેરીફાઈ ઈમેલ/મોબાઈલ નંબર" વિકલ્પ પસંદ કરો.
-તે પછી “મોબાઇલ નંબર વેરિફાઇડ કરો”
-ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
-જો તમારો ફોન નંબર પહેલેથી વેરિફાઇડ છે તો એક પોપ-અપ દેખાશે.
-જો તમે આપેલ નંબર અસ્તિત્વમાં નથી તો એક પૉપ-અપ દેખાશે કે તે ડેટા સાથે મેળ ખાતો નથી.
જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે નોંધાયેલ ન હોય તો પણ તમે આ સેવાઓ સરળતાથી મેળવી શકો છો. તમે આધાર PVC કાર્ડનો ઓર્ડર આપવાથી લઈને આધાર PVC સ્ટેટસ તપાસવા સુધીના લાભો પણ મેળવી શકો છો. તમે નોંધણી અને અપડેટની સ્થિતિ પણ ચકાસી શકો છો. જો તમે એનરોલમેન્ટ સેન્ટર શોધવા માંગતા હોવ તો તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યા વગર પણ તેને શોધી શકો છો. તમે ફરિયાદ દાખલ કરવા સહિત અન્ય ઘણી બાબતો પણ કરી શકો છો.