UP Election 2022 Survey: શું રામ મંદિર નિર્માણથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે? જાણો લોકોએ શું આપ્યો જવાબ?
ABP News-C Voterના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું રામ મંદિરનું નિર્માણથી ભાજપને ફાયદો મળશે?
ABP News-C Voter Survey: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ ચૂંટણીમાં રામ મંદિર નિર્માણને એક મોટો મુદ્દા તરીકે રજૂ કરી રહી છે. એવામાં સવાલ એ છે કે શું આ મુદ્દો હજુ પણ ચૂંટણીની રાજનીતિને પ્રભાવિત કરશે. શું રામ મંદિર નિર્માણ ભાજપને ફરીથી લખનઉની ગાદી મેળવવામાં મદદ કરી શકશે? એબીપી ન્યૂઝ-સી વોટરના સર્વેમાં કેટલીક રસપ્રદ બાબતો સામે આવી હતી.
ABP News-C Voterના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું રામ મંદિરનું નિર્માણથી ભાજપને ફાયદો મળશે? આ સવાલ પર 59 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો છે. જ્યારે ના માં જવાબ આપનારા 41 ટકા લોકો હતા.
રામ મંદિર નિર્માણનું શ્રેય સૌથી વધુ કોને આપશો? આ સવાલ પર 50 ટકા લોકોએ કહ્યું કે ભાજપને આપવું જોઇએ. 39 ટકા લોકોએ કોર્ટને શ્રેય આપવાનું કહ્યું જ્યારે 11 ટકા લોકો એવા હતા જેમણે આ શ્રેય કોઇને નહી એવો જવાબ આપ્યો હતો.
લોકોને અન્ય એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો ભાજપ જીતશે તો તેમાં રામ મંદિરનો શ્રેય કેટલો હશે? 50 ટકા લોકોએ કહ્યુ ખૂબ વધારે. 28 ટકા લોકોએ કહ્યું કે ખૂબ ઓછો. 21 ટકા લોકોએ કાંઇ ખબર નથી એવો જવાબ આપ્યો હતો.
Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?