કોરોના-મ્યુકરમાઈકોસિસ પછી હવે આ ખતરનાક રોગની એન્ટ્રી, મગજ પર કરે છે અસર, ગુપ્તાંગ સંક્રમિત થતાં જ........
ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ચપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે અને આ ફંગસના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ પછી મ્યુકરમાઇકોસિસના કેસ અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે. બિહારની રાજધાની પટણામાં વ્હાઈટ ફંગસના ચાર દર્દીઓ મળ્યા બાદ સરકાર ચિંતામાં છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. સાથે સાથે આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, આંતરડા, ગુપ્તાંગ, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પાડે છે.
કેવી રીતે ખબર પડે
પટણા મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.એસ એન સિંહાએ ચાર દર્દીઓ સામે આવ્યા હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, આવા દર્દીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા હોય છે. જો સીટી સ્કેનમાં કોરોના જેવા લક્ષણ દેખાય અને દર્દીના કફનો કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવે તો આ ફંગસની જાણકારી મળતી હોય છે.
કોણ આી શકે છે ઝપેટમાં
ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓ વ્હાઈટ ફંગસની ઝપેટમાં આવી શકે છે. જે તેમના ફેફસાને સંક્રમિત કરી શકે છે અને આ ફંગસના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે. આ સિવાય ડાયાબિટિસ હોવાના કારણે અથવા તો લાંબા સમયથી સ્ટેરોઈડ લેતા હોય તેવા દર્દીઓને પણ ફંગસ લાગી શકે છે.
બાળકોને અને કેન્સરના દર્દીઓને પણ વ્હાઈટ ફંગસનો રોગ લાગી શકે છે. ડોકટરોના મતે ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓના ઉપકરણ ખાસ કરીને ટ્યુબ કિટાણુ મુક્ત હોવી જોઈએ. ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ સ્ટરિલાઈઝ વોટર વડે કરવો જોઈએ.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 57 લાખ 72 હજાર 400
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440
- કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789
- કુલ મોત - 2 લાખ 87 હજાર 112
‘ફ્લાઈંગ શીખ’ મિલ્ખા સિંહ કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં રહેશે