Armaan Malikના ઘરમાં ગુંજી કિલકિલારીયાં, બીજી પત્ની Kritika Malik બની માં, યુટ્યૂબરે આપ્યા ગુડ ન્યૂઝ
અરમાન મલિકે 6 એપ્રિલ 2023ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર બંને પત્નીઓ કૃતિકા અને પાયલ મલિક (Payal Malik) સાથેના તાજેતરના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.
Armaan Malik Kritika Malik Baby: છેવટે યુટ્યૂબર અરમાન મલિકના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું ગયુ છે. અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. યુટ્યૂબરે સોશ્યલ મીડિયા પર આની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં બાળકના જન્મનો ખુલાસો કર્યો છે.
કૃતિકા મલિક બની માતા
અરમાન મલિકે 6 એપ્રિલ 2023ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર બંને પત્નીઓ કૃતિકા અને પાયલ મલિક (Payal Malik) સાથેના તાજેતરના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં અરમાન બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. તો વળી, કૃતિકા ગ્રીન ઓફ શૉલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, અને પાયલ પણ ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. આ તેમના ફેમિલી ફોટોઝ ખુબ જ અદભૂત છે.
અરમાને બેબીના આવવાની ખુશી જણાવી -
આ તસવીરો શેર કરતા યુટ્યૂબર અરમાન મલિકે કેપ્શનમાં લખ્યું, - "અંતે ગોલી બની માં... ગેસ કરો છોકરો થયો છે કે છોકરી ?" તમારા આશીર્વાદથી બંને એકદમ સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, કૃતિકાને એક પુત્ર જન્મ્યો છે. સોશ્યલ મીડિયા પર દરેક લોકો અરમાન મલિકને અભિનંદન આપી રહ્યા છે. પોતાના ઘરમાં નાના મહેમાનના આગમનથી લોકો ખૂબ જ ખુશ છે. વળી, ફેન્સ તેમના બાળકની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ત્રણ વાર થયુ ચૂક્યુ છે મિસ-કેરેજ -
અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકનું આ પહેલું બાળક છે. તેણીએ ત્રણ વખત ગર્ભપાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અરમાનની પહેલી પત્ની પાયલ મલિક પણ જોડિયા બાળકોને જન્મ આપવા જઈ રહી છે. અત્યારે તેનો આઠમો મહિનો ચાલી રહ્યો છે. અરમાનને તેની પહેલી પત્ની પાયલથી એક પુત્ર પણ છે, જેનું નામ ચિરાયુ રાખ્યુ છે.
અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી 2018માં, અરમાને પાયલની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા. જોકે શરૂઆતના દિવસોમાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ આજે પાયલ અને કૃતિકા બન્ને વચ્ચે સારું બૉન્ડિંગ છે.
મલિકના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મલિકના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે 2011 માં પાયલ સાથે લગ્ન કર્યા અને તેને ચિરાયુ નામનો પુત્ર છે. આ પછી તેણે 2018માં કૃતિકા સાથે લગ્ન કર્યા. અહેવાલ મુજબ કૃતિકા પાયલની બેસ્ટ ફ્રેન્ડ છે. ત્યારથી પરિવારના ચારેય સભ્યો સાથે રહે છે. પાયલ અને કૃતિકા ઘણીવાર તસવીરોમાં સાથે જોવા મળે છે.