અયોધ્યામાં આસિસ્ટન્ટ બેંક મેનેજરે ખાધો ગળાફાંસો, સુસાઇડ નોટમાં થયો ચોંકાવનારો ખુલાસો
સુસાઈડ નોટમાં પૂર્વ મંગેતર સહિત ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા છે. આ મુદ્દે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તપાસની માંગ કરી છે.
અયોધ્યાઃ અયોધ્યામાં પંજાબ નેશનલ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે તૈનાતા એક મહિલા અધિકારીએ સુસાઈડ કરી છે. સુસાઈડ નોટમાં પૂર્વ મંગેતર સહિત ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા છે. આ મુદ્દે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તપાસની માંગ કરી છે.
કોને ગણાવ્યા મોત માટે જવાબદાર
અયોધ્યામાં પંજાબ નેશનલ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે તૈનાત શ્રદ્ધા ગુપ્તા (ઉ.વ.32)નામની યુવતીનું શબ તેના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ પોલીસે આવીને તપાસ શરૂ કરી હતી. યુવતીની રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં એસએસપી આશીષ તિવારી સહિત ત્રણ લોકોને તેના મોત માટે જવાબદાર ગણાવાયા છે.
સુસાઈડ નોટને મોકલાઈ ફોરેંસિક તપાસમાં
મમ્મી-પપ્પાને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં તેણે ત્રણ લોકોને તેના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. અયોધ્યાના એસએસપી શૈલેષ પાંડેયે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, સુસાઈડ નોટને ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવી છે.
સગાઈ થઈને બાદમાં તૂટી ગઈ
મળતી જાણકારી મુજબ શ્રદ્ધાના લગ્ન રાજેશ ગુપ્તા સાથે થવાના થવાના હતા. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ બાદમાં કોઈ કારણોસર ફોક થઈ હતી. જેને લઈ તે ટેન્શનમાં રહેતી હતી. સુસાઈડ નોટમાં ફૈઝાબાદના પોલીસ કર્મી અનિલ રાવતનું નામ પણ છે. પોલીસે જ્યારે આ નામ ટ્રેસ કર્યુ ત્યારે આ નામનો કોઈ વ્યક્તિ જિલ્લામાં તૈનાત મળી આવ્યો નહોતો.
પોલીસે મૃતકનો ફોન લીધો કબજામાં
પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબજામાં લીધો છે. ફોનના લોક નંબરની જાણકારી ન હોવાના કારણે ફોન ખોલવા માટે એક્સપર્ટ પાસે મોકલવામાં આવ્યો છે. પોલીસે જ્યારે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે તે લોકોએ શ્રદ્ધા ખુશમિજાજ અને મન લગાવીને કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.