શોધખોળ કરો
બિહારમાં NRC લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ વિસાનસભામાં પાસ
બિહારમાં એનડીએ સરકાર છે. જેમાં ભાજપ, જેડીયૂ અને એલજેપી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પહેલા જ કહ્યું હતું કે બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી.
![બિહારમાં NRC લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ વિસાનસભામાં પાસ Bihar assembly passes resolution to not implement the nrc in state બિહારમાં NRC લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ વિસાનસભામાં પાસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/25223739/Nitish-kumar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar, June 10 (ANI): Bihar Chief Minister Nitish Kumar addresses media during the 'Lok Samvad' in Patna on Monday. (ANI Photo)
પટના: બિહાર વિધાનસભામાં રાજ્યમાં NRC લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ સર્વસમ્મતિથી પાસ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ વિજય ચૌધરીએ સદનમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે બિહારમાં એનઆરસીની કોઈ આવશ્યક્તા નથી. આ સાથે જ વિધાનસભામાં એ પસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો કે એનપીઆરમાં સંશોધન કરવામાં આવે. એનપીઆર 2010ની જનગણના ફોર્મેટ સાથે NPR લાગૂ થાય.
ઉલ્લેખનીય છે કે બિહારમાં એનડીએ સરકાર છે. જેમાં ભાજપ, જેડીયૂ અને એલજેપી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પહેલા જ કહ્યું હતું કે બિહારમાં એનઆરસીની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આ તો આસામ માટે હતું.
રવિવારે નીતીશ કુમારે દરભંગામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એનપીઆર 2010ની પૈટર્ન પર લાગૂ કરવામાં આવે. તેમણે કહ્યું એનપીઆરના નવા સ્વરૂપને લઈને ઘણા પ્રકારની મુશ્કેલીઓ લોકોના મગજમાં છે. આ પરિસ્થિતિમાં એ યોગ્ય રહેશે કે તેને જૂના મોડલ પર ઝ લાગૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નીતીશ કુમારની નજર અલ્પસંખ્યક મત બેંક પર છે. એવામાં ચૂંટણી પહેલા નીતીશ કુમાર પોતાનો ઈરાદો સાફ કરવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)