(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka Lockdown: ભાજપ શાસિત આ રાજ્યએ 14 દિવસનું લગાવ્યું લોકડાઉન, જાણો મોટા સમાચાર
કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન લગાવવીની જાહેરાત કરી છે.
બેંગ્લુરુઃ કર્ણાટકમાં વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકારે 14 દિવસના લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. માત્ર મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન વર્કને મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય બંધ રહેશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, આવતીકાલે રાતથી આગામી 14 દિવસ સુધી કોવિડ કરફ્યૂ લગાવવામાં આવશે. જરૂરિયાતની સેવાઓની દુકાનો સવારે 6 થી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જાહેર પરિવહન બંધ રહેશે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ, કર્ણાટકમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,62,181 છે. જ્યારે 10,62,594 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 14,426 લોકોના કોરોનાથી મોત થયા છે.
કર્ણાટક સહિત આ રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 73 લાખ 13 હજાર 613
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658
કુલ મોત - 1 લાખ 95 હજાર 123
રાજ્યના આ મોટા શહેરમાં રેમડેસિવિર બાદ આ દવાની પણ અછત, ખરીદવા લાગી લાઈન
અમદાવાદમાં પાનના ગલ્લા, ચાની કિટલીઓ બાદ હવે શું બંધ કરવા અપાઈ સૂચના ? જાણો મોટા સમાચાર