Bomb Blast Threat In Delhi: દિલ્લીના પ્રશાંત વિહારમાં બોંબ વિસ્ફોટ, મચી ગઇ નાસભાગ
Bomb Blast Threat In Delhi: દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું. જો કે તપાસ હજુ પણ ચાલુ છે.
Delhi Bomb Threat News: દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાયો હતો. અહીં CRPF સ્કૂલની દિવાલ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. માહિતી મળતા જ પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. માત્ર તેઓ જ કહી શકશે કે વિસ્ફોટ શાના કારણે થયો અને કેવી રીતે થયો. આગના ભયને કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. વહેલી સવારે વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ભયભીત થઈ ગયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં આ ઘટના બની તે વિસ્તારને હાલમાં સીલ કરી દેવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીના પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની બાઉન્ડ્રી વોલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયા બાદ હડકંપ મચી ગઇ હતી બ્લાસ્ટના કોલ બાદ તપાસ તેજ થઇ છે. દિલ્હી પોલીસ અને ફાયર વિભાગને આ અંગે માહિતી મળી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઘટનાસ્થળે કંઈ મળ્યું ન હતું. દિલ્હી પોલીસ હાલ કોલની તપાસ કરી રહી છે.
હાલમાં દિલ્હી પોલીસ બોમ્બ બ્લાસ્ટના ખતરાને જોતા પ્રશાંત વિહાર સ્થિત CRPF સ્કૂલમાં અને તેની આસપાસ સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત છે. પોલીસને હજુ સુધી કંઈ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના ફાયર કર્મીઓ પણ સ્થળ પર હાજર છે.
આ પણ વાંચો
રાજસ્થાનના ધૌલપુરમાં ભયંકર રોડ અકસ્માત, ટેમ્પો સાથે બસ ટકરાતા 8 બાળકો સહિત 11નાં ઘટનાસ્થળે જ મૃત્યુ