શોધખોળ કરો
Advertisement
18 મહિનાના પુત્રને ઉઠાવીને ભાગતો હતો દીપડો, માતાએ જીવ બચાવવા દાવ પર લગાવ્યો ખુદનો જીવ, જાણો વિગત
આ ઘટના પુણે જિલ્લાના જુન્નાર તાલુકામાં ઢોલવાડ ગામમાં રવિવારે રાતે બની હતી
પુણેઃ મહારાષ્ટ્રમાં એક દિલ ધડક ઘટના સામે આવી છે. પુણેના પિંપરી ચિંચવાડમાં એક પરિવાર ખેતરમાં ઊંઘી રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઉઠાવીને ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ બાળકની માતાએ પોતાનો જીવ દાવ પર લગાવીને વ્હાલસોયા સંતાનનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના પુણે જિલ્લાના જુન્નાર તાલુકામાં ઢોલવાડ ગામમાં રવિવારે રાતે બની હતી. શેરડીના ખેતર નજીક દંપત્તિ તેમના 18 મહિનાના બાળક સાથે ઊંઘી રહ્યું હતું. બાળકની માતા દીપાલી માલીએ જણાવ્યું કે, રાતે જ્યારે અમે ઊંઘી રહ્યા હતા ત્યારે દીપડાએ મારા દીકરા જ્ઞાનેશ્વરને માથામાંથી પકડીને ખેંચવાનું શરૂ કર્યું. હાલચાલ જોઈને હું અને મારો પતિ જાગી ગયા અને દીકરાને બચાવવાની કોશિશ કરી.
મેં મારા દીકરાના પગ પકડી લીધા અને પતિએ દીપડા પર પ્રહાર કરવાની સાથે બૂમો પાડીને આસપાસથી મદદ માટે અન્ય લોકોને બોલાવ્યા. જે બાદ મદદ માટે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે દીપડો ભાગી ગયો. દીપડાના હુમલામાં જ્ઞાનેશ્વરના ચહેરા તથા એક આંખમાં ઇજા થઇ હતી. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
અમેઠીમાં રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા તેમની ‘મન કી બાત’ કરશે તો તેમને બે ડંડા મારશે નરેન્દ્ર મોદી
હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત
વારાણસીમાં PM મોદીના રોડ શોમાં સામેલ થશે 6 રાજ્યના મુખ્યમંત્રી, એક ડઝન કેન્દ્રીય મંત્રી
લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement