શોધખોળ કરો
Advertisement
માયાવતીને મોટો ઝટકો, બિહારમાં BSPના એક માત્ર ધારાસભ્ય આ પાર્ટીમાં જોડાયા
મીડિયા અહેવાલ અનુસાર નીતિશ કુમાર સરકારના મંત્રીમંડળમાં મોહમ્મદ જમાં ખાનને સ્થાન મળી શકે છે.
પટના: બિહારમાં માયાવતીને મોટો ઝટકો લાગ્યો છે. બીએસપીના એક માત્ર ધારાસ્ય જમા ખાન આજે શુક્રવારે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
જેડીયૂમાં જોડાયા બાદ જમા ખાનએ કહ્યું કે, તમે સમજી શકો છો કે મને એક લાખ મત મળ્યા, લોકોને આશા હતી કે જમા ખા આવશે તો વિકાસ કરશે. બિહારમાં વિકાસ જોઈને હું નીતિશ કુમાર સાથે પોતાની નવી શરુઆત કરી રહ્યો છું. નીતીશ કુમાર લઘુમતી સમુદાય માટે કામ કરવા માટે ઓળખાય છે. આ બધુ જોઈને મને લાગ્યું કે સરકારમાં જવું જઈએ.
જો હું સરકારમાં રહીશ તો મારા વિધાનસભા વિસ્તારને લાભ મળશે. મંત્રી બનાવવાના સવાલ પર જમા ખાને કહ્યું કે, આ વાત થશે ત્યારે જોવાશે. મીડિયા અહેવાલ અનુસાર નીતિશ કુમાર સરકારના મંત્રીમંડળમાં મોહમ્મદ જમાં ખાનને સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 11 મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર જીત્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement