શોધખોળ કરો
Advertisement
ભારતમાં નવેમ્બર સુધીમાં કોરોનાની રસી આવી જશે! જાણો કઈ કંપીનાના સીઈઓએ કર્યો આ દાવો
રશિયન વેક્સીનની વિશ્વનિયતાને લઈને ઉઠી રહેલ સવાલ પર દમિત્રીએ કહ્યું કે, સ્પુતનિક-5 રસી હ્યૂમન સેલ્સ પર આધારિત છે. આ ખૂબ જ સુરક્ષિત અને એડવાન્સ છે.
નવી દિલ્હીઃ રશિયાએ કોરોનાનો સામનો કરવા માટે સ્પુતનિક V નામથી રસી બનાવવાનો દાવો છે. આ વિશ્વમાં બનેલ પ્રથમ કોરોના વેક્સીન છે. ભારતમાં આ રસીના ઉત્પાદન માટે ડો. રેડ્ડી લેબોરેટરીઝની સાથે કરાર કર્યા છે. વેક્સી બનાવતી કંપની રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરજીઆઈએફ)ના સીઈઓ કિરીલ દમિત્રીએ એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેને ભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ કરવાવની સંભાવના વ્યક્ત કરી છે.
તિકીસ દમિત્રીએ કહ્યું કે, ભારતમાં રસીની ઉપલબ્ધતા રેગ્યુલેટરી ઓથોરોટિની મંજૂર પર આધાર રાખે છે. દમિત્રી અનુસાર તેમની પાસે રસીના 4 કોર્સ છે જેની ડિલીવરી નવેમ્બરમાં થશે. દમિત્રીએ કહ્યું કે, નવેમ્બર બાદ અંદાજે 40 હજાર લોકો રસી લઈ શકે છે. આ બધું રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી પર આધાર રાખે છે.
રશિયન વેક્સીનની વિશ્વનિયતાને લઈને ઉઠી રહેલ સવાલ પર દમિત્રીએ કહ્યું કે, સ્પુતનિક-5 રસી હ્યૂમન સેલ્સ પર આધારિત છે. આ ખૂબ જ સુરક્ષિત અને એડવાન્સ છે. રશિયાની રસીને લઈને યૂરોપના પશ્ચિમી દેશોની હરીફ કંપનીઓ નકારાત્મકતા ફેલાવી રહી છે. દમિત્રી અનુસાર રશિયાએ અનેક દાયકાઓ સુધી અનેક રસી પર કામ કર્યું છે અને તેમને તેનો અનુભવ છે. તેમના અનુસાર રસીને બનાવવામાં અનેક કડક પ્રક્રિયા અપનાવી છે.
જ્યારે ડો. રેડ્ડી લેબોરેટરીના એમડી જીવી પ્રસાદે કહ્યું કે, તેમનો પ્રયત્ન છે કે ઓછામાં ઓછા સમયમાં રસી લોકો સુધી પહોંચે. પ્રસાદે કહ્યું કે, સ્પુતનિક-5નું ટ્રાલય માટે પહેલા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવાની રહે અને તેમાં સમય લાગી શકે છે. એ શક્ય છે કે તેમાં અનેક મહિનાઓ લાગી શકે છે. પ્રસાદ અનુસાર આ રસીમાં હ્યૂમન સેલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સારી પહેલ છે.
કિરીલ દમિત્રી અનુસાર રસીને લઈને ડબલ્યૂએચઓ સાથે પણ વાત ચાલી રહી છે. તેમને આશા છે કે આ ભારતમાં નવેમ્બરમાં ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં બનનારી રસીને બીજા દેશોમાં પણ મોકલી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement