શોધખોળ કરો
Hathras Case: હાથરસ કેસની CBI તપાસ થશે, CM યોગીએ આપ્યા આદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ ગેંગરેપ કેસની સીબીઆઈ તપાસ આદેશ આપી દીધાં છે.
![Hathras Case: હાથરસ કેસની CBI તપાસ થશે, CM યોગીએ આપ્યા આદેશ CM Yogi Adityanath Recommends CBI Probe In Hathras Case Hathras Case: હાથરસ કેસની CBI તપાસ થશે, CM યોગીએ આપ્યા આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/04024359/cm-yogi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાથરસ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ ગેંગરેપ કેસની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આજે ઉત્તર પ્રદેશના અધિક સચિવ અવનીશ અવસ્થી અને ડીજીપી હિતેશ ચંદ્રએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ મુલાકાત દરમિયાન પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરિવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની પોલીસ પર વિશ્વાસ નથી.
આજે યૂપીના ડીજીપી અને ગૃહ સચિવે પરિવાર સાથે સાથે મુલાકાત કરી હતી અને તેમની ફરિયાગ અને માંગને સાંભળી હતી. પરિવાર સાથે મુલાકાત બાદ અધિકારીઓએ સીએમ યોગી સામે પીડિત પરિવારની તમામ માંગો વિશે જણાવ્યું હતું. તેના બાદ સીએમ યોગીએ મોડી રીતે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા યૂપી સરકારે આ મામલે એસઆઈટી તપાસના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પરિવારે જિલ્લા અધિકારી પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. જાણકારી અનુસાર જિલ્લાધિકારી વિરુદ્ધ જલ્દી જ કાર્યાવાહી થઈ શકે છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું, અમે આ દુખના સમયે પીડિત પરિવાર સાથે છે. સરકાર તેમને ડરાવી રહી છે. ધમકાવી રહી છે. તેમને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. સુરક્ષા આપવામાં યુપી સરકાર નિષ્ફળ ગઈ છે. ડરાવી ધમકાવીને કાગળો પર તેમની પાસે સહી કરાવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)