શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે લીધેલા PMના ઇન્ટરવ્યૂ પર કોંગ્રેસે કર્યો કટાક્ષ, કહ્યું- મોદી હવે ફિલ્મોમાં કામ કરવાના છે
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, ઇન્ટરવ્યૂમા એક નિષ્ફળ રાજનેતાએ અક્ષય કુમારથી સારો અભિનેતા બનવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા.
નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલા ઇન્ટરવ્યૂને લઇ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે, ઇન્ટરવ્યૂમા એક નિષ્ફળ રાજનેતાએ અક્ષય કુમારથી સારો અભિનેતા બનવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા.
સુરજેવાલાએ કહ્યું, અક્ષય કુમાર ખૂબ સારો અભિનેતા છે. એક નિષ્ફળ રાજનેતા હવે અક્ષય કુમારથી સારો અભિનેતા બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અક્ષય કુમારથી સારા અભિનેતા કેવી રીતે બની શકશે ? મોદીએ રાજકીય જગતમાંથી ફિલ્મ જગતમાં જવાનું મન બનાવી લીધું હોય તેમ બની શકે છે કારણકે આજકાલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
મોદીએ અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી અભિનેતા અક્ષય કુમારની સાથે રાજકીય મુદ્દાથી અલગ અંગત જીવન અંગે વાત કરી રહ્યા છે.
કયા રાજ્યના મહિલા મુખ્યમંત્રી દર વર્ષે PM નરેન્દ્ર મોદીને ગિફ્ટ મોકલાવે છે, નામ જાણીને ચોંકી જશો
#WATCH: PM Narendra Modi and Akshay Kumar’s interaction at 7 Lok Kalyan Marg (LKM) in Delhi. https://t.co/5FodYsR4ZN
— ANI (@ANI) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement