શોધખોળ કરો

કોરોનાને કાબૂમાં લેવા માટે દેશમાં ક્યાં-ક્યાં લાગ્યું લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ, જાણો વિગતે

મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી.

Corona Second Wave: કોરોના વાયરસને કાબૂ લેવા માટે રાજ્ય સરકારોએ નિયંત્રણો વધારવાનું શરૂ કરી દીધું છે. કેટલીક જગ્યાએ નાઈટ કર્ફ્યુ તો કેટલાક શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી, યૂપી, મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેય રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત અનેક જગ્યાએ સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ માસ્ક ન લગાવવ પર દંડની જોગવાઈ પણ છે.

લખનઉ-કાનપુરમાં આજથી નાઈટ કર્ફ્યુ

કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે યૂપીમાં નાઈટ કર્ફ્યુની શરૂઆત થઈ ગઈ છે. આજથી લખનઉમાં નાઈટ કર્ફ્યુ લાગુ થશે. જેમાં રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ રહેશે. કાનપુરમાં પણ 30 એપ્રિલ સુધી રાત્રે 10 કલાકથી સવારે 8 કાક સુધી માઈટ કર્ફ્યુ રહેશે.

રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન

છત્તીસગઢના રાયપુરમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેમાં 9 એપ્રિલ સાંજે છ કલાકથી 19 એપ્રિલ સવારે છ કલાક સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન જિલ્લાની બોર્ડર સીલ રહેશે. 11 દિવસોમાં મેડિકલ દુકાનો ખોલવાની મંજૂરી હશે. લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટન સ્થળ બંધ રહેશે. જ્યારે દુર્ગમાં 6 એપ્રિલથી જ લોકડાઉન શરૂ થઈ ગયું છે જે 14 એપ્રિલ સુધી રહેશે.

MPના શહેરોમાં રાત્રી કર્ફ્યુ, રવિવારે સંપૂર્ણ બંધ

મધ્ય પ્રદેશમાં સરકારી કચેરી સપ્તાહમાં પાંચ દિવસ ખુલી રહેશે. રાત્રે 10 થી સવારે 5 સુધી જબલપુર, ભોપાલ અને ઈન્દોરમાં કર્ફ્યૂસ સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટ અને પબ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા. જાહેર કાર્યક્રમમાં 50 ટકા લોકને મંજૂરી. સાથે જ આગામી આદેશ સુધી દર રવિવારે લોકડાઉન રહેશે. શાજાપુરમાં તો 58 કલાકનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

પંજાબમાં રાત્રી કર્ફ્યુ

રાજ્યના 22 જિલ્લામાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ, સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ. બંધ જગ્યાએ અંતિમ સંસ્કાર અથવા લગ્નમાં માત્ર 50 લોકો અને ખુલ્લી જગ્યામાં ઉજવણીમાં માત્ર 100 લોકોની જ મંજૂરી હશે.

દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુ

દિલ્હીમાં  રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. નિયમો લોકોની મૂવમેન્ટ પર લાગુ થશે. જ્યારે જરૂરી વસ્તુઓ અને સેવાઓ પર લાગુ નહીં થાય. ખુલ્લામાં લગ્ન માટે 200 અને બંધ જગ્યાએ લગ્નમાં 100 લોકોની મંજૂરી આપવામાં આવી છે. અહીં કારની અંદર બેઠેલ એક વ્યક્તિએ પણ માસ્ક લગાવવું ફરજિયાત છે.

ગુજરાતના 20 શહેરમાં રાત્રી કર્ફ્યુ

મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.

ઓડિશાના 10 જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ

રાજ્ય સરાકેર 10 જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યું છે. જેમાં રાત્રે 10થી સવારે 5 કલાક સુધી કર્ફ્યુ રહેશે.

રાજસ્થાનમાં રાત્રી કર્ફ્યુ

રાજ્યના 10 શહેરોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ, ધો.10 સુધીના વર્ગો બંધ, જાહેર કાર્યક્રમમાં 50 થી 100 લોકોને મંજૂરી. રાજ્યમાં 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી જીમ, સિનોમા હોલ, એમ્યુજમેન્ટ પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં વીકએન્ડ લોકડાઉન

રાજ્યમાં વીકેંડ લોકડાઉન છે અને રાત્ર 8 થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવાયો છ. સ્કૂલ-કોલેજ બંધ, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં માત્ર 50 લોકો, હોટલ-રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સિસ્ટમને મંજૂરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget