શોધખોળ કરો
Advertisement
Corona Update: સમગ્ર દેશમાં 7447 પોઝિટિવ કેસ નોંધાયા, કયા રાજ્યમાં કેટલા છે કેસ? જાણો
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 7447થી વધારે કેસ નોંધાયા હતાં. શુક્રવારે એક દિવસમાં 869 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હી. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 7447થી વધારે કેસ નોંધાયા હતાં. શુક્રવારે એક દિવસમાં 869 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 210 નવા કેસ સામે આવ્યાં હતાં. આ ઉપરાંત ગુરૂવારે દેશમાં 813 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 27 દિવસમાં કોરોનાના કેસ 100 ગણી ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં 10 એપ્રિલના રોજ કેસની સંખ્યા 1574 થઈ ગઈ હતી. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 7447 થઈ ગઈ છે.
શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 210 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 1574 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 12 મોત નિપજ્યાં હતાં. તેમાંથી મુંબઈમાં 10, પનવેલ અને વસઈ વિરારમાં એક-એક કોરોના સંક્રમિતથી મોત નિપજ્યાં હતાં. મુંબઈમાં જીવ ગુમાવનારાની ઉંમર 46થી 75 વર્ષ વચ્ચે છે. મૃતકોમાં 6 પુરુષ અને ચાર મહિલા છે.
શુક્રવારે મધ્યપ્રદેશમાં સંક્રમણના 40 નવા કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 22 રિપોર્ટ ઈન્દોરમાં અને 14 ભોપાલમાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. આ સાથે ઈન્દોરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 235 અને ભોપાલમાં 112 થઈ છે. આ ઉપરાંત મુરૈનામાં 13, ઉજ્જૈનમાં 15, ખરગોનમાં 12, બડવાનીમાં 14, જબલપુરમાં 9, ગ્વાલિયરમાં 6, ઈટારસીમાં 6, છિંદવાડામાં 4, ખંડવામાં 5, દેવાસમાં 3, શિવપુરી-વિદિશામાં 2-2, જ્યારે ધાર, બૈતૂલ, શ્યોપુર, રાયસેન રતલામમાં એક-એક દર્દી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement