શોધખોળ કરો
Coronavirus: 24 કલાકમાં 87000 નવા દર્દી, 93000 સ્વસ્થ થયા, સતત ત્રીજા દિવસે સ્વસ્થ થતા દર્દીની સંખ્યા સંક્રમિતોથી વધુ
અત્યાર સુધીમાં 44 લાખ લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 86,961 નવા કોરોના કેસ નોંધાયા છે, 1130 લોકોના મોત થયા છે.
![Coronavirus: 24 કલાકમાં 87000 નવા દર્દી, 93000 સ્વસ્થ થયા, સતત ત્રીજા દિવસે સ્વસ્થ થતા દર્દીની સંખ્યા સંક્રમિતોથી વધુ coronavirus cases and death updates 21 september 2020 india Coronavirus: 24 કલાકમાં 87000 નવા દર્દી, 93000 સ્વસ્થ થયા, સતત ત્રીજા દિવસે સ્વસ્થ થતા દર્દીની સંખ્યા સંક્રમિતોથી વધુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/21164832/covid19-2109.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા કરતા સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કુલ રિકવરીના કેસ મામલે ભારત દુનિયાના અન્ય દેશોથી આગળ નિકળી પ્રથમ સ્થાન પર છે. અત્યાર સુધીમાં 44 લાખ લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 86,961 નવા કોરોના કેસ નોંધાયા છે, 1130 લોકોના મોત થયા છે. બે સપ્ટેમ્બરથી સતત દેશમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. સારા સમાચાર એ છે કે 24 કલાકમાં 93,356 દર્દી સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 54 લાખ 87 હજાર 580 થઈ ગઈ છે. જેમાંથી 87,882 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ 3 હજાર છે અને 43 લાખ 96 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની તુલનામાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા આશરે ચાર ગણી વધારે છે.
ICMR ના મુજબ, 20 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 6 કરોડ 43 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું છે.
રાહતના સમાચાર એ છે કે મૃત્ય ગર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્ય દર ઘટીને 1.60% થઈ ગઈ. આ સિવાય એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તે ઘટીને 19% થઈ ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ 80% થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં બે લાખથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ બીજા નંબર પર તમિલનાડુ છે, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)