Corona Vaccine: કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે આ રસી છે અસરદાર, કંપનીએ કર્યો મોટો દાવો
ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી. આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.
Corona Vaccine: કોરોનાની સેકન્ડ વેવમાં આંતક મચાવનારા કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેનું ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે. આ કોરોનાના ડેલ્ટા વેરિયટન્ટથી બન્યો છે. જેના કારણે સંક્રમણ વધ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ડેલ્ટા પ્લસ વાયરસ ફરી થર્ડ વેવ માટે જવાબદાર બનશે અને કોહરામ મચાવશે. જો કે વૈજ્ઞાનિક ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચિંતિત નથી કારણ કે દેશમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસ જોવા મળી રહ્યાં છે.
આ દરમિયાન આજે Sputnik V એ કહ્યું કે, આ રસી કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ સામે વધુ અસરદાર છે. પ્રથમ તે ભારતમાં જોવા મળ્યો હતો અને અત્યાર સુધી કોઇ પણ રસીના આ સ્ટ્રેનને લઇ પરિણામ પબ્લિશ કરવામાં આવ્યા નથી. ગમાલ્યા સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય પીઅર-સમીક્ષા કરેલા જર્નલમાં પ્રકાશન માટે સબમિટ કરવામાં આવ્યા છે.
Sputnik V is more efficient against the Delta variant of coronavirus, first detected in India than any other vaccine that published results on this strain so far - the Gamaleya Center study submitted for publication in an international peer-reviewed journal: Sputnik V pic.twitter.com/5PmfMPcqzh
— ANI (@ANI) June 15, 2021
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજીના નિર્દેશક ડો અનુરાગ અગ્રવાલે કહ્યું કે, હાલ આ વાયરસને લઇને ભારતમાં કોઇ ચિતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિન આ વેરિયન્ટ માટે કેટલી કારગર છે તે જાણવા માટે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા વ્યક્તિ બ્લડ પ્લાઝમાથી આ વાયરસનું પરીક્ષણ કરાશે. તેનાથી જાણી શકાશે કે, રોગ પ્રતિકારક ક્ષમતા આ વેરિયન્ટને માત આપી શકે છે કે નહીં.
દિલ્લી સ્થિત સીએસઆઇઆર આઇડી આઇબીના વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, કે417એન ઉત્પરિવર્તનના કારણે બી. 617.2નો પ્રકાર બન્યો છે. જે ડેલ્ટા પ્લસના નામે ઓળખાય છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન સાર્સ સીઓવી -2ના સ્પાઇક પ્રોટીનમાં થયું છે. જે વાયરસને માનવ કોશિકાની અંદર જઇને સંક્રમિત કરે છે. રોગ પ્રતિકારકક્ષમતાના નિષ્ણાત ડોક્ટર વિનીતા બલનું કહેવું છે કે, વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને ઝટકો લાગ્યો છે. જો કે તેનો એ મતલબ નથી કે, તે વધુ સંક્રામક હશે અને તેનાથીબમારી વધુ ઘાતક બની જશે.