શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ઉમેદવારની પસંદગી માટે ભાજપે શરૂ કરી કવાયત, જાણો વિગત
દિલ્હીની દરેક વિધાનસભા સીટ માટે સંભવિત ઉમેદવારોની યાદી મંગાવવામાં આવી હતી. દરેક વિધાનસભામાંથી 30 થી 40 લોકોના નામ આવ્યા હતા.
નવી દિલ્હીઃ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો માટે અભિપ્રાય પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં જિલ્લા સમિતિ, મંડલ સમિતિ, પ્રદેશ પ્રમુખ, કોર્પોરેટર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના લોકોએ તેમના વિસ્તારમાંથી સંભવિત ઉમેદવારોના નામ સૂચવ્યા હતા.
દિલ્હીની દરેક વિધાનસભા સીટ માટે સંભવિત ઉમેદવારોની યાદી મંગાવવામાં આવી હતી. દરેક વિધાનસભામાંથી 30 થી 40 લોકોના નામ આવ્યા હતા. ભાજપ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, આ બેઠકમાં કેન્દ્રીય સુપરવાઇઝર પણ સામેલ હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ ચૂંટણી સમિતિને મોકલવામાં આવશે અને તેમાંથી પસંદગી કરવામાં આવશે.
દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
2015માં AAPને મળી 67 સીટ
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા 2019માં ભાજપે મારી બાજી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે
અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી
દીપિકાની JNU મુલાકાતના વિવાદ બાદ DMK સાંસદ કનીમોઝીએ કહ્યુ, હિન્દી ફિલ્મો ન જુઓ પરંતુ.....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement