Delhi Excise Policy Case: અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી પણ ન મળી રાહત, જાણો શું કહ્યું કોર્ટે
આ સમય દરમિયાન, કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, શું EDને કોઈ વધારાની માહિતી અથવા પુરાવા મળ્યા? અરવિંદ કેજરીવાલની મુક્તિ પર કોઈ આદેશ આપતી વખતે પણ આ જોવું પડશે.
Delhi Excise Policy Case: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે (27 માર્ચ, 2024) પણ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનરની વચગાળાની મુક્તિની માંગ કરતી અરજી પર તાત્કાલિક આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે વિગતવાર સુનાવણી વિના આદેશ આપી શકાય નહીં. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો જવાબ જોવો પણ જરૂરી છે.
આ સમય દરમિયાન, કોર્ટે એમ પણ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીની કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન, શું EDને કોઈ વધારાની માહિતી અથવા પુરાવા મળ્યા? અરવિંદ કેજરીવાલની મુક્તિ પર કોઈ આદેશ આપતી વખતે પણ આ જોવું પડશે.
Delhi High Court issues notice to Enforcement Directorate on plea moved by CM Arvind Kejriwal raising issues of legality and validity regarding the arrest and remand.
— ANI (@ANI) March 27, 2024
Delhi HC seeks ED's response on the main petition as well as the application for interim release of the… pic.twitter.com/5eRoyAVwk4
આ સિવાય દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને જવાબ આપવા માટે સમય આપ્યો છે. EDએ 2 એપ્રિલ, 2024 સુધીમાં હાઈકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવાનો છે, જ્યારે કેસની આગામી સુનાવણી 3 એપ્રિલ, 2024ના રોજ થશે. તો બીજી તરફ, સીએમ અરવિંદ કેજરીવાલે અરજીમાં વચગાળાની મુક્તિની માંગ કરી હતી અને ધરપકડને ખોટી ગણાવી હતી.
કેજરીવાલ વિરૂદ્ધ ક્યાં પુરાવા હોવાનો ઇડી કરી રહી છે દાવો
32 પાનાની રિમાન્ડ અરજીમાં તપાસ એજન્સીએ કેજરીવાલ પર કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા માટે દારૂની નીતિ બનાવવાનો અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે.એડિશનલ સોલિસિટર જનરલ એએસવી રાજુએ ED તરફથી હાજર થઈને કોર્ટને કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મુખ્ય કર્તાહર્તા છે અને તેઓ હંમેશા તત્કાલિન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના સંપર્કમાં હતા. ગોવાની ચૂંટણીમાં પ્રચાર માટે લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોવામાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે આ વાતની પુષ્ટિ કરી છે જેને ચૂંટણી ખર્ચ માટે રોકડ આપવામાં આવી હતી.
EDનો દાવો છે કે, તેઓએ લાંચના પૈસા શોધી કાઢ્યા છે અને ગોવા ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા ઘણા લોકોના નિવેદનો નોંધ્યા છે. 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં સામેલ લોકોના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે સર્વેયર, એરિયા મેનેજર, એસેમ્બલી મેનેજર તરીકે કામ કરતા લોકોને રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. આ લોકોને દિલ્હીમાં AAP ધારાસભ્ય વિજય નાયર અને દુર્ગેશ પાઠક મેનેજ કરી રહ્યા હતા.
એજન્સીએ વધુમાં એવો દાવો કર્યો હતો કે, આરોપો માત્ર સાક્ષીઓ (હૈદરાબાદ-બીઆરડી બિઝનેસમેન પી. સરથ ચંદ્ર રેડ્ડી)ના નિવેદનો દ્વારા જ નહીં પરંતુ કોલ ડેટા રેકોર્ડ્સ દ્વારા પણ પુષ્ટિ મળે છે. આરોપ છે કે કેજરીવાલે સાઉથ ગ્રુપને ફાયદો કરાવવા બદલ તેમની પાસેથી લાંચ માંગી હતી.
EDએ અરવિંદ કેજરીવાલને લાંચ લેવા અને પછી તેનો ઉપયોગ કરવાના મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. આમ આદમી પાર્ટી એક કંપની છે, પરંતુ તેનું વ્યક્તિગત અસ્તિત્વ નથી. આથી કંપનીના કામકાજ સાથે સંકળાયેલી વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવી છે. કથિત કૌભાંડ સમયે કેજરીવાલ આમ આદમી પાર્ટીના વડા હતા. તેથી પીએમએલએની કલમ 4 અને પીએમએલએની કલમ 70 હેઠળ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.