Mumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓ
Mumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓ
મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. તાજેતરની માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 49થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બેકાબૂ બનેલી બસે અનેક વાહનો અને રાહદારીઓને કચડ્યા હતા. કુર્લામાં અકસ્માત સ્થળ પરથી તાજી તસવીરો સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, બસની બ્રેક ફેઇલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી સાકીનાકા તરફ જઈ રહી હતી.
બેસ્ટની બસ અડફેટે રીક્ષા, ટુ- વ્હીલર, પોલીસ વાન સહિતના વાહનોને નુકસાન થયું છે. અકસ્માત સમયે બસમાં 60થી વધુ લોકો સવાર હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોમાં 3 પોલીસ કર્મી અને 1 PSIનો પણ સમાવેશ છે. અકસ્માત બાદ પોલીસે બસ ચાલક સંજય મોરેની અટકાયત કરી છે. કુર્લા બસ દુર્ઘટનામાં મુંબઈ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચાલક સંજય મોરેને બસ ચલાવવાનો અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી ડ્રાઇવર હજુ 1 ડિસેમ્બરના રોજ કોન્ટ્રાકટ પર રખાયો હોવાનો ખુલાસો થયો છે.