(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Elections 2024: ઉત્તર પ્રદેશમાં આ પાર્ટીને સપોર્ટ કરશે આમ આદમી પાર્ટી, જાણો શું રાખી શરત
Lok Sabha Elections 2024: જેલમાથી બહાર આવ્યા બાદ સંજય સિંહે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આવા સંકટના સમયમાં જ્યારે દિલ્હીના ચીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
Lok Sabha Elections 2024: જેલમાથી બહાર આવ્યા બાદ સંજય સિંહે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આવા સંકટના સમયમાં જ્યારે દિલ્હીના ચીફને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે ત્યારે દિલ્હીમાં પણ ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમારા કાર્યકરો ગઠબંધનના ઉમેદવારોને વિજયી બનાવવા માટે કામ કરશે. યુપીમાં કોઈ સીટની માંગ નથી, અમે લોકશાહી બચાવવા માટે સમર્થન આપી રહ્યા છીએ. સહકાર આપવા માટે કોઈ શરતો રાખી નથી.
VIDEO | "We are extending unconditional support to save the democracy, to end dictatorship. All of our cadre, our strength in UP will be used to support (Samajwadi Party)," says AAP MP Sanjay Singh (@SanjayAzadSln) after meeting with former UP CM Akhilesh Yadav in Lucknow. pic.twitter.com/0aZaZU6DTr
— Press Trust of India (@PTI_News) April 12, 2024
ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું નથી જોઈતું, પરંતુ અરવિંદ કેજરીવાલનું રાજીનામું જોઈએ છે. ભાજપે નૈતિકતાની વાત ન કરવી જોઈએ. તેઓ પકડી પકડીને દેશના સૌથી મોટા ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં લઈ રહ્યા છે. દિલ્હીમાં જે પણ થયું, તે સમયે અખિલેશ યાદવ અમારી સાથે રહ્યા હતા. અમે અખિલેશ યાદવ અને સપાને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું, અમે યુપીની ચૂંટણી લડી રહ્યા નથી. અમારા કાર્યકર્તાઓ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારોની જીત માટે કામ કરશે. આ ચૂંટણી સરમુખત્યારશાહી શાસન સામે લોકોને એક કરવાની ચૂંટણી છે.
આ સાથે સંજય સિંહે કહ્યું કે આ ચૂંટણી પર દુનિયાની નજર છે. સીએમ કેજરીવાલના સમર્થનમાં દિલ્હીમાં એક મોટી રેલી નીકળી છે. એક મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવ્યા અને તેનાથી વિશ્વમાં ભારતની બદનામી થઈ. ખોટા કેસ કરીને લોકોને જેલમાં મોકલવાનું કામ કરવામાં આવ્યું છે. ઝારખંડમાં પણ સીએમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઘણા મિત્રોએ ભાજપ છોડી દીધું. ભાજપ માત્ર ધાકધમકી આપીને પોતાનો એજન્ડા સેટ કરી રહી છે.
જનતા આનો જવાબ આપશે
સંજય સિંહે જણાવ્યું કે અખિલેશ યાદવે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે ફોન પર વાત કરી અને તેમની તબિયત પૂછી. આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.