શોધખોળ કરો
Advertisement
દિગ્વિજયનો ભાજપ પર પ્રહાર, ISI પાસેથી પૈસા લઇને ભારતની જાસૂસી કરતા હતા બજરંગ દળના લોકો
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, એવા કેટલાક લોકો જે બજરંગ દળ અને ભાજપના પદાધિકારી હતા
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર નિશાન સાધતા પાકિસ્તાન જાસૂસી એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરવા પર મોટો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઇને આઇએસઆઇ માટે જાસૂસી કરતા રહ્યા છે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, એવા કેટલાક લોકો જે બજરંગ દળ અને ભાજપના પદાધિકારી હતા, આજે પણ છે, આઇએસઆઇ માટે જાસૂસી કરતા પકડાઇ ગયા હતા અને ભાજપના રાજમાં તેમની જમાનત પણ જપ્ત થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારના લોકોની જામીન રદ કરી દેવી જોઇએ અને તેમના પર કેસ ચાલવો જોઇએ, દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ.
દિગ્વિજય સિંહે કહ્યું કે, એક તરફ ભાજપ પાકિસ્તાન વિરુદ્ધ લડાઇ લડવા માટે દરરોજ આપણને રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે. આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના જ લોકો આઇએસઆઇ પાસેથી પૈસા લઇને ભારતની જાસૂસી કરે. તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઇએ. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દિગ્વિજય સિંહે એક નિવેદન આપતા કટ્ટર હિંદુત્વને ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામોફોબિયા અને કટ્ટરતાની વાત કરી હતી. હિંદુઓની કટ્ટરતા પણ મુસ્લિમોની કટ્ટરતાની જેમ ખતરનાક છે.#WATCH Digvijaya Singh, Congress: Aise kuch log jo ki Bajrang Dal aur BJP ke pad-aadhikari the, aaj bhi hain, ISI ke liye jasoosi karte huye pakde gaye the, unki zamanat hogai, un par mukadma chalna chaiye. Deshdroh ka mukadma chalna chahiye... pic.twitter.com/S7eI9v36Um
— ANI (@ANI) October 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion