શોધખોળ કરો
Lockdownના કારણે પગપાળા ચાલીને માદરે વતન જઈ રહ્યો હતો યુવક, 200 કિમી ચાલ્યા બાદ આવ્યો હાર્ટઅટેક ને પછી....
Lockdownના કારણે દેશમાં રેલવે, બસ સહિતના તમામ પરિવહન સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે. પરિણામે બીજા રાજ્યમાં મજૂરી માટે આવેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે.
ભોપાલઃ Lockdownના કારણે દેશમાં રેલવે, બસ સહિતના તમામ પરિવહન સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે. પરિણામે બીજા રાજ્યમાં મજૂરી માટે આવેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા લોકો પોતાના રાજ્યમાં પરત જવા માટે પગપાળા જઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન દિલ્હીથી પગપાળા ચાલીને મુરૈનાના બડફરા ગામમાં જવા નીકળેલા 39 વર્ષીય યુવકનું આગ્રામાં મોત થયું હતું. મોત પહેલા રણવીર 200 કિલોમીટર ચાલી ચુક્યો હતો.
યુવક શુક્રવારે સાંજે 3 કલાકે તેના સાથીઓ સાથે નીકળ્યો હતો. સાંજે 6 વાગ્યે તેણે બહેનને ફોન કરીને જણાવ્યું કે હું ફરીદાબાદ પહોંચી ગયો છું અને ટૂંક સમયમાં ઘરે પહોંચી જઈશ. શનિવારે સવાવે આગ્રા પહોંચ્યા બાદ તેના સાથી આગળ નીકળી ગયા અને સવારે 6.30 કલાકે તેનું રોડ કિનારે મોત થઈ ગયું. પરિવારજનો મોતનું કારણ ભૂખ-તરસ ગમાવી રહ્યા છે. જ્યારે સિકંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ સિંહે કહ્યું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણે હાર્ટ અટેક જણાવવામાં આવ્યું છે.
મૃતક રણવીર સિંહ (35 વર્ષ) દિલ્હીની એક હોટલમાં કામ કરતો હતો. લોકડાઉનના કારણે હોટલ માલિકે તેને છુટ્ટો કરી દીધો હતો. જે બાદ તે પગપાળા ચાલીને માદરે વતન આવતો હતો ત્યારે મોત થયું હતું, શનિવારે સવારે 6.30 કલાકે જ્યારે તેની બહેન મોબાઈલ પર ફોન કર્યો ત્યારે અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે, રણવીરનું મોત થયું છે. જે બાદ પરિવારજનો આગ્રા આવ્યા અને રણવીરનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ વતન લાવ્યા અને અંતિમ સંસ્કાર કર્યા.
લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાંથી મજૂરી માટે આવેલા મજૂરોની રોજગારી બંધ થઈ છે. આ કારણે તેમને ખાવા-પીવાની મુશ્કેલી પડી રહી છે. ઘણા મજૂરો પાસે રહેવા મકાન નથી, તેથી તેઓ ભાડું ચુકવવા પણ સમર્થ નથી. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્રો લખીને આ દિશામાં જરૂરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
PM-CARES ફંડમાં અક્ષય કુમારે કેમ આપ્યા 25 કરોડ રૂપિયા ? ટ્વિંકલ ખન્નાએ જણાવી આ મોટી વાત
મુંબઈઃ 4 ડોકટર્સ પણ આવ્યા Coronaની ઝપેટમાં, જાણો કેવી રીતે લાગ્યો ચેપ
Coronavirus: દેશમાં 15 માર્ચ બાદ કોરોનાએ પકડી સ્પીડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement