શોધખોળ કરો

શું સર્વિસ વોટરની પત્ની પણ ઘરેથી પોસ્ટલ બેલેટથી આપી શકે છે મત? જાણો શું છે નિયમ

Service Voters: કેટલાક મતદારોને એવી સુવિધા પણ મળે છે કે તેઓ દૂર બેસીને પોસ્ટલ વોટિંગ કરી શકે છે. આવા મતદારોને સર્વિસ વોટર કહેવામાં આવે છે.

Service Voters:  દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે. જેને લઈ પ્રચાર પડઘમ પણ શાંત થઈ ગયા છે.  દેશભરના કરોડો લોકો પણ આ ચૂંટણીમાં પોતાનો મત આપવા તૈયાર છે. દરમિયાન, કેટલાક મતદારો એવા છે જેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. સાથે જ કેટલાક મતદારોને એવી સુવિધા પણ મળે છે કે તેઓ દૂર બેસીને પોસ્ટલ વોટિંગ કરી શકે છે. આવા મતદારોને સર્વિસ વોટર કહેવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સર્વિસ વોટર કોણ છે અને શું તેમની પત્નીઓને પણ આ રીતે વોટ કરવાનો અધિકાર મળે છે...

સર્વિસ વોટર કોણ છે?

જો તમે આસામ રાઈફલ્સ, CRPF, BSF, ITBP, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, GREF અથવા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં છો તો તમને સર્વિસ વોટર કહેવામાં આવશે. આ ઉપરાંત, જો તમે ભારતની બહાર, ભારત સરકાર હેઠળ કામ કરી રહ્યા છો, તો તમે સર્વિસ વોટર તરીકે તમારો મત આપી શકો છો. ઉપરાંત, આ સુવિધા રાજ્યની બહાર ફરજ બજાવતા હોય તેવા સશસ્ત્ર પોલીસ દળના સભ્યોને પણ આપવામાં આવે છે.

સર્વિસ વોટર તેમનો મત કેવી રીતે આપે છે?

સર્વિસ વોટરને આ ખાસ સુવિધા આપવામાં આવે છે. જેમાં તેઓ તેમનું જે જગ્યાએ પોસ્ટિંગ હોય ત્યાંથી મૂળ સ્થાને મતદાન કરી શકે છે. એટલે કે જો કોઈ લદ્દાખમાં પોસ્ટેડ છે તો તે ઉત્તરાખંડમાં પોતાના ગામમાં મતદાન કરી શકે છે. આ માટે તેમણે ઉત્તરાખંડ જવાની જરૂર નથી, તેમનો મત ત્યાં આપોઆપ પહોંચી જશે. જ્યારે ચૂંટણી જાહેર થાય છે, ત્યારે વિસ્તારના રિટર્નિંગ ઓફિસર આવા મતદારોને પોસ્ટલ બેલેટ મોકલે છે. તેમાં ઉમેદવારોના નામ અને ચૂંટણી ચિન્હ હોય છે. સેવા મતદારે પોતાની પસંદગીના ઉમેદવાર અથવા પક્ષ પર ટિક કરવાનું રહેશે. આ પછી તેને એક પરબિ ડીયુંમાં સીલ કરીને મોકલવાનું રહેશે. આ માટે કમાન્ડિંગ ઓફિસર એક અધિકારીની નિમણૂક કરે છે.

સર્વિસ વોટરની પત્ની કેવી રીતે મતદાન કરે છે?

હવે પ્રશ્ન એ છે કે જો કોઈ સર્વિસ વોટર હોય અને તે તેના સમગ્ર પરિવાર સાથે બહાર ક્યાંક પોસ્ટેડ હોય તો તેની પત્ની કે પરિવારના સભ્યો કેવી રીતે મતદાન કરી શકે? સર્વિલ વોટરની પત્નીને પણ આ સુવિધા મળે છે, એટલે કે તે દૂરથી પણ પોતાનો મત એન્વલપમાં મૂકી શકે છે. જો કે પરિવારના અન્ય કોઈ સભ્યને આ સુવિધા મળતી નથી. જો મહિલા સર્વિસ વોટર હોય તો તેના પતિને સર્વિસ વોટરની સુવિધા મળતી નથી.

આ પણ વાંચોઃ

Election 2024: શું વોટ આપવા માટે ઓફિસમાંથી રજા કે હાફ ડે લઈ શકાય? જાણો શું કહે છે નિયમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
Israel Iran War:  ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
Israel Iran War: ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠારSpain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલુંUP CM Yogi Adityanath : 'યોગી આદિત્યનાથ 10 દિવસમાં આપે રાજીનામું, નહીંતર બાબા સિદ્દીકી જેવા થશે હાલ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી
Israel Iran War:  ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
Israel Iran War: ખામેનેઈએ કહ્યું- 'ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપીશું',મિડલ ઈસ્ટમાં નવાજૂની એંધાણ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
IND vs NZ: ટીમ ઈન્ડિયાને જીતવા માટે મળ્યો 147 રનનો ટાર્ગેટ,જાડેજાની 5 વિકેટ
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
ભારતમાં iPhone ખરીદનારાઓ માટે સારા સમાચાર! Appleના CEO ટિમ કુકે લીધો આ મોટો નિર્ણય
Health Tips: જો તમારી સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ચેતીજજો...થઈ શકે છે 139 પ્રકારની ગંભીર બીમારી
Health Tips: જો તમારી સૂંઘવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો ચેતીજજો...થઈ શકે છે 139 પ્રકારની ગંભીર બીમારી
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
Embed widget