દેશના ખાનગી કંપનીના કરોડો નોકરીયાતોના લાભમાં મોદી સરકારે લીધો બહુ મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ?
ઇપીએફઓ દિવાળી સુઘી તેમના 6 કરોડ ગ્રાહકોને 8.5% વ્યાજ ક્રેડિટ કરી શકે છે. ઇપીએફઓએ આ મુદ્દે મંજૂરી આપી દીધી છે. હવે નાણામંત્રાલય દ્વારા મંજૂરીની રાહ જોવાઇ રહી છે.
ઇપીએફઓ દિવાળી સુઘી તેમના 6 કરોડ ગ્રાહકોને 8.5% વ્યાજ ક્રેડિટ કરી શકે છે. ઇપીએફઓએ આ મુદ્દે મંજૂરી આપી દીધી છે. હવે નાણામંત્રાલય દ્વારા મંજૂરીની રાહ છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. ઇપીએફઓ દિવાળી પહેલા નાણાકિય વર્ષ 2020-21 માટે વ્યાજ દર ક્રેડિટ કરી શકે છે. આ સમાચાર એ સમયે આવ્યાં જ્યારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભત્થા અને પેન્સનર્સને મોંઘવારી રાહતની ભેટ અપાઇ છે. આર્થિક સંકટ, વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે મોદી સરકારનો આ નિર્ણય ખૂબ રાહતભર્યો છે.
રિપોર્ટસ મુજબ ર્ઇપીએફઓએ કેન્દ્રીય બોર્ડના વ્યાજ દરની વૃદ્ધિ માટે મંજૂરી આપી દીધી છે. જો કે હજું આ મામલે નાણા મંત્રાલયની મંજૂરી લેવાની બાકી છે. ઇપીએફઓએ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ દર કરવા માટે નાણામંત્રાલય પાસેથી મંજૂરી માંગી હતી. જેને બધા જ ફેક્ટર્સ પર વિચાર કર્યાં બાદ સુનિશ્ચિત કરાઇ હતી. આ નિર્ણય પણ નાણામંત્રાલયની સમર્થનની મોહર લાગી જતાં 8.5% વ્યાજ દર થઇ શકે છે.
રિટાયરમેન્ટ ફંડ તેમના ગ્રાહકોને વ્યાજ દર આપવા માટે સારી સ્થિતિમાં છે. મંત્રાલયથી પ્રોટોકોલ અનુસાર મંજૂરી મંગાઇ છે કારણ કે ઇપીએફઓ નાણામંત્રાલયની મંજૂરી વિના વ્યાજ દર જમા નહી કરી શકે,. ઇપીએફઓએ નાણા વર્ષ 2021 માટે કોઇ બદલાવ નથી કર્યો. કારણ કે, કોવિડ -19 મહામારીના કારણે વ્યાપક નોકરીના નુકસાનના કારણે વર્ષ દરમિયાન જમા રાશિની તુલનામાં વિથડ્રો વધુ થયું છે.
ઉલ્લેખનિય છે કે, નાણકિય વર્ષ 2019-20માં સરકારે ઇપીએફ વ્યાજ દરને ઘટાડીને સાત વર્ષના નીચલા સ્તર 8.5 ટકા કરી દીધું હતું. જે 2018-19માં 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા હતું.ઇપીએફઓના 6 કરોડ સદસ્ય છે. આ તમામ મેમ્બર્સ મિસ્ડ કોલ, એસએમએસ અથવા ઉમંગ એપ દ્વારા તેમના ભવિષ્ય નિધિ ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.
આઇપીએફઓના મેમ્બર્સ આ વ્યાજની લાંબા સમયથી રાહ જોતા હતા ઇપીએફના મેમ્બર્સે ટવિટરનો સહારો લઇને આ મુદ્દે સવાલ કર્યાં હતા ત્યારબાદ ઇપીએફઓ હરકતમાં આવ્યું અને તેમણે ટ્વીટ દ્રારા જવાબ આપ્યો હતો કે, ધીરજ રાખો આ સાથે વ્યાજ દર વધારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાની પણ માહિતી ટવિટ દ્રારા આપી હતી