'કૉંગ્રેસ કોમ્પ્યુટરથી નહી, લોહી-પરસેવાથી બની છે', ગુલામ નબી આઝાદે જમ્મુમાં આપ્યું નિવેદન
કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુના સૈનિક કોલોનીમાં તેમની પ્રથમ રેલી યોજી હતી.
Ghulam Nabi Azad On Congress: કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુના સૈનિક કોલોનીમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું અને તેમને સમર્થન કરનારા નેતાઓનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે આજથી પોતાની નવી રાજકીય સફર શરૂ કરી છે.
I've not decided upon a name for my party yet. The people of J&K will decide the name and the flag for the party. I'll give a Hindustani name to my party that everyone can understand: Former senior Congress leader Ghulam Nabi Azad during a public meeting in Jammu pic.twitter.com/c8If02mgKZ
— ANI (@ANI) September 4, 2022
ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હવે લોકો બસોમાં જેલમાં જાય છે, તેઓ ડીજીપી, કમિશનરને બોલાવે છે, તેમના નામ લખાવે છે અને એક કલાકમાં જ નીકળી જાય છે. આ જ કારણ છે કે કોંગ્રેસનો વિકાસ થયો નથી.
'50 વર્ષ સુધી કોંગ્રેસ માટે કામ કર્યું'
ગુલામ નબીએ કહ્યું કે તેમણે 50 વર્ષથી પાર્ટી માટે કામ કર્યું છે. તેમણે કહ્યું, 'આજે હું કંઈ નથી, છતાં મને રાજ્યની જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. મારા કારણે ઘણા લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, મને આટલો પ્રેમ અને સમર્થન આપવા બદલ આપ સૌનો આભાર.
'કોંગ્રેસ તેમના લોહી અને પરસેવાથી બની છે'
પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે અમે અમારા લોહી અને પરસેવાથી કોંગ્રેસની રચના કરી છે. તે કોમ્પ્યુટરથી નથી બની, ટ્વિટરથી નથી, સંદેશાઓથી નથી બની. જે લોકો અમને બદનામ કરી રહ્યા છે તેમની પહોંચ ફક્ત કોમ્પ્યુટર, ટ્વિટર પર છે.
આઝાદી પછી ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી
73 વર્ષીય ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેમને તેમનું ઘર (કોંગ્રેસ) છોડવાની ફરજ પાડવામાં આવી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસના નેતાઓના એક પછી એક રાજીનામા આવવા લાગ્યા છે. J&K ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન, 8 ભૂતપૂર્વ પ્રધાનો, એક ભૂતપૂર્વ સાંસદ, 9 ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં પંચાયતી રાજ સંસ્થાનના સભ્યોએ પાર્ટી છોડી દીધી હતી.
Exclusive: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કર્યા હાર્દિક પંડ્યાના વખાણ, જાણો શું કહ્યું ?
Ravindra Jadeja Injury: Team India ને લાગ્યો મોટો ઝટકો, T20 World Cup માંથી બહાર થયો જાડેજા
Asia Cup 2022: પાક સામે મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલી વધી, વાયરલ ફિવરની ઝપેટમાં આવ્યો આ ફાસ્ટ બોલર