શોધખોળ કરો
Advertisement
કોલકત્તામાં PMના પ્રવાસનો વિરોધ, ‘ગો બેક મોદી’ના પોસ્ટર લઇને રસ્તા પર ઉતર્યા વિદ્યાર્થીઓ
સોશિયલ મીડિયા પર હૈશટેગ ગોબેકમોદીની સાથે એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે
કોલકત્તાઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોલકત્તાના બે દિવસના પ્રવાસ પર પહોંચી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ વડાપ્રધાન મોદીના કોલકત્તાના પ્રવાસનો વિરોધ શરૂ કર્યો હતો. નોંધનીય છે કે બે સંગઠનોએ વડાપ્રધાન મોદીના પશ્વિમ બંગાળના પ્રવાસનો વિરોધ કરવાની યોજના બનાવી છે. સોશિયલ મીડિયા પર હૈશટેગ ગોબેકમોદીની સાથે એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં લોકોને એરપોર્ટ અને વીઆઇપી રોડ પર વિરોધ માટે પહોંચવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી વડાપ્રધાન મોદીને પ્રવેશ કરતા રોકવામાં આવી શકે.
આ વચ્ચે અધિકારીઓએ વડાપ્રધાન મોદીની પુરતી સુરક્ષાની ગેરન્ટી લેતા કહ્યું કે, એરપોર્ટથી શહેર સુધીના રસ્તો ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પ્રદર્શનનો કોઇ પણ સંભાવનાઓને ખત્મ કરવા માટે શહેરોમાં બેરિકેડ્સ લગાવી દેવાયા છે. નાગરિકતા સંશોધન કાયદાને લઇને રાજ્યમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદી શનિવારથી બે દિવસના પશ્વિમ બંગાળના પ્રવાસ પર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હું આજે અને આવતીકાલે પશ્વિમ બંગાળમાં રહેવા માટે ઉત્સાહિત છું. હું રામકૃષ્ણ મિશનમાં સમય વિતાવવા માટે ખુશ છું.West Bengal: Students' Federation of India protests against PM Narendra Modi's visit to Kolkata. PM Modi will be on a two-day official visit to Kolkata from today, where he will take part in various programmes including 150th anniversary celebrations of Kolkata Port Trust. #CAA pic.twitter.com/F0crHgW6hc
— ANI (@ANI) January 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement