શોધખોળ કરો
Advertisement
PUBG સહિત આ 118 એપ પર ભારતમાં લાગ્યો પ્રતિબંધ, જુઓ કઈ કઈ એપ છે લિસ્ટમાં
PUBG પર આ પહેલા ડેટા લોકલાઇઝેશનને લઈ સવાલ ઉઠતા હતા. જોકે તાજેતરમાં કંપનીએ તેની પોલિસીમાં બદલાવ કર્યો હતો.
નવી દિલ્હીઃ ભારત સરકારે લોકપ્રિય ગેમ PUBG પર પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે આ વખતે 118 ચાઈનીઝ એપ બેન કરી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આ એપ ભારત માટે ખતરો છે.
PUBG પર આ પહેલા ડેટા લોકલાઇઝેશનને લઈ સવાલ ઉઠતા હતા. જોકે તાજેતરમાં કંપનીએ તેની પોલિસીમાં બદલાવ કર્યો હતો. સરકાર દ્વારા પબજીનું લાઈટ વર્ઝન PUBG Mobile Lite પણ બેન કરી દેવામાં આવ્યું છે. આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પરથી દૂર કરવામાં આવી છે. એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં આ એપ્સ કામ નહીં કરે. હાલ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર જોઈ શકાય છે.
માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69એ અંતર્ગત આ મોબાઇલ એપ્સ પર બેન લગાવવાનો ફેંસલો કર્યો છે. અનેક ફરિયાદો મળ્યા બાદ આ સરકારે આ નિર્ણય લીધો છે. નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો.
માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, આ એપ્લિકેશન્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે. જેનાથી ભારતના રાજ્યોના લોકોની સલામતિ પણ જોખમાઈ શકે છે. મંત્રાલયને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરથી ઘણી મોબાઈલ એપ યૂઝર્સના ડેટા ચોરતી હોવાની ફરિયાદ મળી હતી.
સરકારે કહ્યું, ડેટાની ચોરી ભારતની અખંડતા અને સુરક્ષા માટે ખતરો છે. ડેટાની ચોરી ચિંતાનો વિષય છે અને આ માટે ઈમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે.
સરકારે PUBG સહિત 118 મોબાઇલ એપ પર મૂક્યો પ્રતિબંધ, જાણો વિગત
મોદી કેબિનેટે જમ્મુ-કાશ્મીર માટે 5 સત્તાવાર ભાષાને આપી મંજૂરી, સંસદમાં લાવવામાં આવશે બિલ
48 વર્ષની મહિલાને 23 વર્ષના યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, બંનેએ લશ્કરના જવાન પતિ સાથે શું કર્યું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion