શોધખોળ કરો

PM મોદીની હાજરીમાં કોરોના પર વિપક્ષી પાર્ટીના સંસદીય દળના નેતાઓ સાથે કાલે બેઠક

સરકાર દેશની સુરક્ષાની સ્થિતિ પર પૂર્વ રક્ષામંત્રીઓને બ્રીફ કર્યા બાદ એકવાર ફરી વિપક્ષને સંતુષ્ટ કરાવવાના પ્રયાસમાં લાગી છે. હવે સરકાર કોરોનાના મોર્ચા પર વિપક્ષના સવાલોના જવાબ આપશે.

નવી દિલ્હી:  સરકાર દેશની સુરક્ષાની સ્થિતિ પર પૂર્વ રક્ષામંત્રીઓને બ્રીફ કર્યા બાદ એકવાર ફરી વિપક્ષને સંતુષ્ટ કરાવવાના પ્રયાસમાં લાગી છે. હવે સરકાર કોરોનાના મોર્ચા પર વિપક્ષના સવાલોના જવાબ આપશે. તે માટે સંસદના સત્રની બહાર વિપક્ષની બધી પાર્ટીઓના સંસદીય દળના નેતાઓની સામે એક પ્રેઝન્ટેશન આપશે. આ તકે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી પ્રધાનમંત્રીની હાજરીમાં પ્રેઝન્ટેશન આપશે. 

વિપક્ષની સાથે આ બેઠક મંગળવારે સાંજે છ કલાકે થશે. બેઠક સંસદની પાર્લામેન્ટ્રી એનેક્સી બિલ્ડિંગમાં થશે. આ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના બધા ફ્લોર લીડર્સ એટલે કે વિપક્ષની તમામ પાર્ટીઓના સંસદીય દળના નેતા સામેલ થશે. પરંતુ સરકારમાં સામેલ એનડીએના નેતાઓને પણ આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકાર કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેની શરૂઆતથી લઈને, પ્રથમ અને બીજી લહેર તથા સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓને લઈને પણ તસવીર તમામ નેતાઓ સામે રાખશે. 

કોરોના પર પ્રેઝન્ટેશન સમયે સરકાર તરફથી પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયા અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ હાજર રહેશે. સરકાર આ વખતે નવા અવતારમાં જોવા મળી રહી છે. દેશની અંદરના અને બહારના મુદ્દા પર વિપક્ષ અને તમામ દળોને સાથે લાવવા અને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા 16 જુલાઈએ રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રક્ષા મંત્રીઓ એકે એન્ટની અને શરદ પવારની સાથે બેઠક કરી હતી. સૂત્રો પ્રમાણે બંને પૂર્વ મંત્રીઓને સરહદની સ્થિતિને લઈ કેટલીક આશંકાઓ અને સવાલ હતા. તેથી સરકારે બંનેને જાણકારી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ પરંપરા પણ રહી છે કે વિપક્ષને સરકાર દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર વિશ્વાસમાં લેતી રહે છે. રક્ષામંત્રીની હાજરીમાં તેમની આશંકાઓને સેના પ્રમુખ નરવણે અને સીડીએસ જનરલ બિપિન રાવતે દૂર કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી

Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો

એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 

ABP Premium

વિડિઓઝ

Surat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોતDakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલShare Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 

RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ

Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Embed widget