શોધખોળ કરો
Advertisement
ફાંસી આપવા માટે જલ્લાદને કેટલા રૂપિયા મળે છે? આ વ્યક્તિએ ખોલ્યું રહસ્ય
પવન કુમારના પરિવારે અત્યાર સુધીમાં 25 લોકોને જલ્લાદ તરીકે ફાંસી આપી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ નિર્ભયા કેસનાં દોષિતોને કોઇ પણ સમયે ફાંસી આપવામાં આવી શકે છે.દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે વિચારાધિન છે,તેના પર ફેંસલો થતાં જ ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવી શકે છે.એટલા માટે ફાંસીની ખાસ પ્રકારનું દોરડું પણ બનાવવામાં આવી રહ્યું છે. અને જલ્લાદની પણ શોધ શરૂ થઇ ગઇ છે.
ફાંસી આપવાનો સમય શું છે. કઇ રીતે પ્રક્રીયા પુરી થાય છે, અત્રે રસપ્રદ બાબત એ છે કે જલ્લાદને કેટલા રૂપિયા મળે છે. આ સવાલનો જવાબ આપતા પવન જલ્લાદે કહ્યું કે, 'પહેલા તો આ કામનું મહેનતાણું ઘણું મળતું હતું.’
સોંઘવારીમાં 100 રૂપિયા બહુ મોટી રકમ હતી, વર્ષ 2013 સુધી આ રકમ ત્રણ હજાર રૂપિયા હતી. જો કે આ રકમ અત્યારે ખુબ જ ઓછી છે આ માટે અમે અવાજ ઉઠાવ્યો તો હવે ફાંસી આપવાનું મહેનતાણું વધારીને પાંચ હજાર રૂપિયા કર્યું છે.'
પવન કુમારના પરિવારે અત્યાર સુધીમાં 25 લોકોને જલ્લાદ તરીકે ફાંસી આપી ચૂક્યા છે. જલ્લાદ પરિવારમાં આઝાદી બાદથી લક્ષણ, કાલૂરામ, બબ્બૂ સિંહ અને હવે પવન જલ્લાદ બનીને આ કામ કરી રહ્યો છે. પવન જલ્લાદ તેના દાદા પાસેથી ફાંસી આપવાની પધ્ધતિ શિખ્યો છે.
નિર્ભયા કેસમાં દોષિઓને ફાંસી આપવા માટે જલ્લાદોની જરૂરત પડશે. યૂપીમાં બે જલ્લાદ ઉપલબ્ધ છે. બન્નેમાંથી કોઈ એકને યૂપી જેલ પ્રશાનસ તિહાડ જેલ મોકલશે. આ કામ માટે તિહાજ જેડલ પ્રશાસ જલ્લાદનો તમામ ખર્ચ અને પ્રવાસનો ખર્ચ પણ ઉઠાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement