ભારતીય સેનાએ તોડી પાડ્યું પાકિસ્તાનનું ફાઇટર જેટ JF-17, ચીને આપ્યું હતું ભેટમાં
Operation Sindoor:ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્ડિયન એરફોર્સે આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મારફતે પાકિસ્તાનના જેટ JF-17 ને તોડી પાડ્યું હતું

India Strike Pakistan: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્ડિયન એરફોર્સે આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મારફતે પાકિસ્તાનના જેટ JF-17 ને તોડી પાડ્યું હતું. પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 એક પાકિસ્તાની (ચીની JF-17) ફાઇટર પ્લેન છે. ચીની JF-17 થંડર એક હળવુ, સિંગલ-એન્જિન મલ્ટી-રોલ ફાઇટર જેટ છે જે ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. તેના પ્રથમ પ્રોટોટાઇપે 2003માં ઉડાણ ભરી હતી અને તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય ફાઇટર એરક્રાફ્ટ છે.
આ વિમાનમાં શું ખાસ છે?
JF-17ની લંબાઈ લગભગ 14.9 મીટર, વિંગસ્પૈન 9.45 મીટર અને ઊંચાઈ લગભગ 4.77 મીટર છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 12,474 કિલોગ્રામ સુધી છે. આ વિમાન રશિયન Klimov RD-93 અથવા ચીની Guizhou WS-13 ટર્બોફેન એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેને મહત્તમ ગતિ લગભગ Mach 1.6 (લગભગ 1,910 કિમી/કલાક) આપે છે.
આ વિમાન 7 હાર્ડપોઇન્ટ્સ પર 1,500 કિલોગ્રામ સુધીના શસ્ત્રો લઈ જઈ શકે છે, જેમાં હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, હવાથી જમીન પર પ્રહાર કરતી બોમ્બ અને જહાજ વિરોધી મિસાઇલોનો સમાવેશ થાય છે. તેના શસ્ત્રોમાં ચાઇનીઝ PL-5, PL-12, PL-15 મિસાઇલો અને GPS-માર્ગદર્શિત બોમ્બનો સમાવેશ થાય છે, જે તેને હવા અને સપાટી બંને લક્ષ્યો પર હુમલો કરવા સક્ષમ બનાવે છે.
JF-17માં આધુનિક એવિયોનિક્સ, કોમ્પ્યુટરાઈઝ્ડ ફ્લાઇટ કંટ્રોલ, હેડ-અપ ડિસ્પ્લે, ડેટા લિંક્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ છે, જે તેને મધ્યમથી નીચી ઊંચાઈ પર ઉચ્ચ ચાલાકી અને સુધારેલી લડાઇ ક્ષમતા આપે છે. તેની રેન્જ લગભગ 2,000 કિલોમીટર છે, જે તેને લાંબા અંતરની લડાઇ માટે યોગ્ય બનાવે છે.
પાકિસ્તાની ફાયરિંગમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત
'ઑપરેશન સિંદૂર'ને લઈને વધુ એક સમાચાર આવ્યા છે. સરહદ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. પાકિસ્તાનની ગોળીબારીમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ભારતીય સરહદ પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનના સીઝ ફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના નાગરિકોને નિશાન બનાવી રહી છે. સરહદના ગામો પર પાકિસ્તાની સેના ફાયરિંગ કરી રહી છે





















