ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબીયત લથડી, AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં કરાવાયા ભરતી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી ગઈ, જેના કારણે તેમને મોડી રાત્રે AIIMSમાં દાખલ કરવા પડ્યા હતા

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હૃદયમાં સ્ટેન્ટ નાંખવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે સૂતી વખતે તેને બેચેની અને છાતીમાં દુઃખાવો થતો હતો. હાલમાં એઈમ્સ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
ANIના અહેવાલ મુજબ, હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે કે 73 વર્ષીય ઉપરાષ્ટ્રપતિને રવિવાર (9 માર્ચ, 2025) સવારે AIIMSના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિની સારવાર એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. તેમને ક્રિટિકલ કેર યૂનિટ (CCU) માં રાખવામાં આવ્યા છે. વળી, ડોકટરોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
उपराष्ट्रपति जगदीप धनखड़ को सुबह-सुबह AIIMS दिल्ली के कार्डियक विभाग में भर्ती कराया गया। उनकी हालत स्थिर है और उन्हें निगरानी में रखा गया है: AIIMS अस्पताल सूत्र
— ANI_HindiNews (@AHindinews) March 9, 2025
-



















