શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદના મંદિરમાં ગૌમાંસ ફેંકી રમખાણો કરાવવાનું કાવતરું રચી રહ્યું છે IS
હૈદરાબાદ: હૈદરાબાદમાં કાલે ધરપકડ કરવામાં આવેલા આઈએસના 11 શંકાસ્પદ આંતકવાદીઓએ ખતરનાર કાવતરાનો ખુલાસો કર્યો છે. આતંકીઓએ કરેલા ખુલાસા પ્રમાણે, આઈએસ રમઝાન વખતે રમખાણો કરાવવા માંગતા હતા. તેના માટે આતંકીઓ શહેરના ભાગ્યલક્ષ્મી મંદિરમાં બીફ ફેંકવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું.
મીડિયામાં વહેતા થયેલા રિપોર્ટ પ્રમાણે, રમઝાન વખતે મંદિરમાં બીફ ફેંકીને શહેરમાં મોટા રમખાણો કરાવવાનું હતું. તેના સિવાય શંકાસ્પદ આતંકીઓ વીવીઆઈપી ઉપર પણ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેના માટે તાકતવર બોમ્બ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. બુધવારે સવારે એનઆઈએ અને હૈદરાબાદ પોલીસે આતંકીઓના અડ્ડાઓ ઉપર છાપા મારીને આઈએસના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. અડ્ડાઓ ઉપર છાપા મારવાના કારણે એનઆઈએને 11 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે 26 જૂને એનઆઈએ એક ફોન કૉલ ટ્રેસ કર્યો હતો, જેના પછી આગળનું એક્શન લેવામાં આવ્યું હતું. કૉલ ટ્રેસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એક આતંકીએ બીજા આતંકીને ગાય અને ભેંસના માંસના ટુકડા લાવવાનું કહ્યું હતું.
ખાસ વાત તો એ છે કે, પકડાયેલા તમામ આતંકીઓ ભણેલા ગણેલા છે. અને નોકરી પણ કરે છે. તેમની ઉંમર 20થી 30 વર્ષની વચ્ચે છે. તેમાં અમુક આતંકીઓ તો કોમ્પ્યુટર એન્જિનિયર છે અને ભારતમાં આઈએસના ચીફ રિક્રૂટર શફી અરમારના સંપર્કમાં હતા. અરમારને થોડો સમય પહેલાં જ ધરપકડ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion