શોધખોળ કરો
Advertisement
કર્ણાટકમાં હાર પર કોગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'બેલેટ પેપરથી થાય ચૂંટણી'
નવી દિલ્હીઃકર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરૂઆતના વલણોમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળતી દેખાઇ રહી છે. બીજેપી બહુમત માટેના 112 આંકડાને પાર કરી ચૂકી છે. બીજી તરફ કોગ્રેસ 63 બેઠકો મેળવી શકે છે. કર્ણાટકની ત્રીજી મહત્વની પાર્ટી જેડીએસને 40 બેઠકો મળી શકે છે.
બીજેપીના બહુમત તરફ આગળ વધવા પર કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કર્ણાટકના લોકો સારી સરકાર ઇચ્છે છે જેથી તેમણે બીજેપીની પસંદગી કરી છે. આ પાર્ટી માટે મોટી જીત છે. કોગ્રેસ એક પછી એક રાજ્ય હારી રહી છે.
કર્ણાટકની ચૂંટણીમાં મળેલી હાર બદલ કોગ્રેસે ઇવીએમને જવાબદાર ઠેરવ્યા હતા. કોગ્રેસના નેતા મોહન પ્રકાશે કહ્યું કે, ભારતમાં કોઇ એવી પાર્ટી નથી જે ઇવીએમ પર સવાલ ઉઠાવતી ના હોય. બીજેપી પણ આવું કરી ચૂકી છે. જ્યારે તમામ પાર્ટી ઇવીએમ પર સવાલ ઉઠાવી રહી છે તો ઇવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં મુશ્કેલીઓ શું છે.
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જો કોગ્રેસ અને જેડીએસ એ સાથે મળીને ચૂંટણી લડી હોત તો પરિણામ અલગ હોત. ભાજપની જીત પર છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કર્ણાટકની જનતાનો આભાર માનતા કહ્યું કે, હવે દેશમા કોગ્રેસ શોધ અભિયાન ચાલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement