Kitchen Hacks: ઘરે આ રીતે જમાવો માર્કેટ જેવું ઘાટું દહીં, ફોલો કરો આ ટિપ્સ
Kitchen Hacks:આપ ઘર પર ખૂબ સરળતાથી બજાર જેવું દહીં જમા કરી શકો છો. આ માટે આપને યોગ્ય વાસણ. દૂધનું તાપમાન અને સ્ટોર કરવાની રીતની જાણ હોવી જરૂરી છે.
Kitchen Hacks:આપ ઘર પર ખૂબ સરળતાથી બજાર જેવું દહીં જમા કરી શકો છો. આ માટે આપને યોગ્ય વાસણ. દૂધનું તાપમાન અને સ્ટોર કરવાની રીતની જાણ હોવી જરૂરી છે.
ગરમીની સિઝનમાં જો દહીં લંચ કે ડિનર સાથે દહીં મળી જાય તો સ્વાદની લિજ્જત વધી જાય છે. ઉપરાંત અચાનક . જો કોઈ ગેસ્ટ આવી જાય તો તમે લસ્સી બનાવીને સર્વ કરી શકો છો. દહીં માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી પેટ સબંધિતિ સમસ્યા થતી નથી. દહીં તમારા શરીરને પ્રોટીન અને અન્ય ઘણા પોષક તત્વો આપે છે. ઉનાળામાં દહીં બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. દહીંમાં ખાંડ ઉમેરીને બાળકોને આપી શકાય છે. જો ઘરે બનાવેલા દહીં હોય તો તેનો સ્વાદ વધે છે. હોમમેઇડ દહીં વધુ ક્રીમી અને ફ્રેશ હોય છે. ઘરે બનાવેલા દહીંમાં એક અલગ મીઠાશ હોય છે, પરંતુ ઘણા લોકોને ઘરે દહીં કેવી રીતે બનાવવી તે ખબર નથી હોતી. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમનું દહી બજાર જેટલું સારું જામતું નથી. દહીં બનાવવું મુશ્કેલ કાર્ય નથી, ફક્ત તમારે તેના માટે કેટલીક યુક્તિઓ જાણવી જોઈએ. આજે અમે તમને આવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી ઘરે ક્રીમી દહીં બનાવી શકો છો. તો સમજી લઇએ ઘરે બજાર જેવું ફ્રેશ ક્રિમી દહીં જમાવવાની ટિપ્સ
ઘરે આ રીતે જમાવો માર્કેટ જેવું દહીં
- ઘરે દહીં જમાવવા માટે આપની પાસે ફુલ ક્રિમી દૂધ હોવું જોઇએ તેનાથી દહીં સારું જામશે.
-દહી જમાવવા માટે યોગ્ય વાસણ જરૂરી છે. જો કોઇ માટીનું વાસણ હોય તો તેમાં પણ જમાવી શકાય
-દહીં જમાવવા માટે દૂધને પહેલા ગરમ કરી લો અને પછી તેને સારી રીતે ફેંટી લો.
- ફીણા થયા બાદ જે વાસણમાં દહી જમાવવાનું છે તેમાં દૂધ નાખી દો.
- દહીં જમાવવા માટે આપ હવામાન મુજબ દૂધનું તાપમાન રાખો.
-જો ગરમીમાં દહી જમાવી રહ્યાં છો તો દૂધ હુંફાળું ગરમ હોવું જોઇએ.
-જો આપ ઠંડી સિઝનમાં દહીં જમા કરી રહ્યાં હો તો દૂધ થોડું વધું ગરમ રાખવું.
-દહીં જમાવવાના વાસણને ગરમ અને હુંફાળી જગ્યાએ રાખવું જોઇએ.
- જ્યારે દૂધમાં દહીંની ઉમેરો ત્યારે તેને સારી રીતે ચમચીથી મિકસ કરી દેવું.
- દહીં વાસણમાં જમાવ્યાં બાદ તેને બિલકુલ હલાવવું નહીં
- દહીંને જામવા માટે 7થી 8 કલાકનો સમય જોઇએ છે.
- દહીં જામી ગયા બાદ આપ તેને ફ્રીજમાં રાખી દો જેથી તે ઠંડું અને વધું ઘાટું થઇ જશે.