ભૂકંપથી ધ્રૂજ્યુ અયોધ્યા, મોડી રાત્રે 4.3ની તીવ્રતાથી ભૂકંપના આંચકા આવતા લોકો ગભરાયા, જાણો વિગતે
રિપોર્ટ અનુસાર, ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું. તે જ સમયે, મોડી રાત્રે કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.
અયોધ્યાઃ દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવવાનુ શરૂ થઇ ગયુ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુરુવારે અયોધ્યામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, જેની રિક્ટર સ્કેલ 4.3 તીવ્રતા માપવામાં આવ્યો હતો. જોકે ભૂકંપથી કોઇ જાનમાલને નુકસાન થયાના રિપોર્ટ નથી. ખાસ વાત છે કે ભૂકંપથી લોકો ગભરાઇ ગયા હતા અને દોડીને ઘરની બહાર નીકળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું.
ગુરુવારે અચાનક અયોધ્યામાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાથી લોકોમાં ડર પેદા થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 11:59 મિનિટ અને 22 સેકન્ડ પર આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 15 કિમી નીચે હતું. તે જ સમયે, મોડી રાત્રે કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને લોકો ઘરોમાંથી બહાર આવી ગયા હતા.
આ પણ વાંચો...........
કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........