શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કયા લોકોને દુકાન અને ફેક્ટરી ખોલવાની આપી છૂટ? જાણો
સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી છૂટી આપી છે. મોબાઈલ શોપ, ફ્લોર દુકાનો ખોલવાની છૂટ આપી છે.
નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મંગળવારે વર્તમાનમાં લોકડાઉન દરમિયાન વરિષ્ઠ નાગરિકોની સહાયકોની સેવાઓ તથા પ્રીપેઇડ મોબાઇલ ફોનના રિચાર્જ સુવિધાઓ સિવાય સ્કૂલની પુસ્તકો, વિજળીના પંખાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારોમાં બ્રેડ ફેક્ટરી, અનાજ દળવાની ઘંટી પોતાનું કામ ફરી ચાલુ કરી શકે છે.
ગૃહ મંત્રાલયે પોતાના એક આદેશમાં કહ્યું કે, અત્યાર સુધી દિશા નિર્દેશો મારફતે વિશિષ્ઠ સેવાઓ અને ગતિવિધિઓની છૂટના સંબંધમાં સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાર્થીઓ માટે સ્કૂલની પુસ્તકો, વિજળીના પંખાની દુકાનો લોકડાઉન દરમિયાન ખુલ્લી રહેવાની મંજૂરી આપવામાં આવી છે. દેશમાં લોકડાઉન ત્રણ મે સુધી રહેશે.
તે સિવાય સરકારે કહ્યુ કે, વરિષ્ઠ નાગરિકોના ઘરમાં રહેતા તેમના સહાયકો સિવાય, તેમની દેખરેખ રાખનારા લોકો, પ્રીપેઇડ મોબાઇલ રિચાર્જ કરનારાઓ લોકડાઉન દરમિયાન પોતાની સેવાઓ આપી શકશે. લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારોમાં બ્રેડ ફેક્ટરી, દૂધની દુકાનો, લોટ, દાળ મિલોમાં કામ કરવાની મંજૂરી રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement