શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આઝાદીના જશ્ન વચ્ચે આ રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે
1 ઓગસ્ટથી શરૂ થયેલા અનલોક-3માં મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું હતું. હવે દેશના વધુ એક રાજ્યએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
ઈમ્ફાલઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી ભારતમાં રોજના 60 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. 1 ઓગસ્ટથી શરૂ થયેલા અનલોક-3માં મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું હતું. હવે દેશના વધુ એક રાજ્યએ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
મણિપુરે રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ, શાકભાજી, ફળ, દૂધની દુકાન, ચિકન જેવી જરૂરી વસ્તુઓની દુકાનોને છૂટ આપવામાં આવી છે. આ દુકાનો રવિવારને બાદ કરતાં સવારે આઠ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. આ ઉપરાંત ડેપ્યુટી કમિશ્નરોને તેમના વિસ્તારોમાં સાંજે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાંખવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈ પહેલા 15 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. જેને હવે બીજા 15 દિવસ લંબાવવામાં આવ્યું છે. મણિપુરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1825 છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2360 લોકો સાજા થઈ ગયા છે અને 13 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 25,26,193 પર પહોંચી છે અને 49,039 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 6,68,220 એક્ટિવ કેસ છે અને 18,08,937 લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 65,002 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 996 લોકોના મોત થયા છે.
કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા
ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion