શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશનાં આ મોટાં રાજ્યોમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન, વધુ એક મહિના લોકડાઉન કેમ લંબાવાયું ? જાણો મહત્વની વિગત
અનલોક 5માં પણ દેશના કેટલાક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે.
![દેશનાં આ મોટાં રાજ્યોમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન, વધુ એક મહિના લોકડાઉન કેમ લંબાવાયું ? જાણો મહત્વની વિગત Lockdown News: these states extends lockdown till 31st October in unlock 5 check details દેશનાં આ મોટાં રાજ્યોમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન, વધુ એક મહિના લોકડાઉન કેમ લંબાવાયું ? જાણો મહત્વની વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/01153648/lockdown-lock.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ, સિનેમાં હોલ માર્ચ મહિનાથી બંધ છે. હવે અનલોક 5માં શરતો સાથે તેમને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. અનલોક 5માં પણ દેશના કેટલાક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે.
આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે હોટલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બારને 5 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ડબ્બાવાળાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે તેમણે મુંબઈ પોલીસ પાસેથી ક્યૂઆર કોડ લેવો પડશે. દેશમાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસની સંખ્યા 13,84,446 પર પહોંચી છે. જેમાંથી 2,59,033 એક્ટિવ કેસ છે. જ્યારે 10,88,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 36,662 લોકોના મોત થયા છે.
તમિલનાડુએ દેશમાં 31 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જોકે આ લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે. AIADMKના એક ટ્વિટમાં આ જાણકારી આપવામાં આવી હતી. જોક સરકારે લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ચેન્નઈમાં એરપોર્ટ પર રોજની 100થી વધારે ફ્લાઇટને લેંડ થવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે, ફિલ્મ તથા સીરિયલ શૂટિંગમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. તમિલનાડુમાં કોરોનાના 46,281 એક્ટિવ કેસ છે. જ્યારે 5,36,209 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાથી 9453 લોકોના મોત થયા છે.
જ્યારે ઓડિશામાં તમામ સરકારી ઓફિસો શનિ-રવિ બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકારની તમામ ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 86,821 કોવિડ-19 કેસ અને 1,181 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 63,12,585 કેસ છે, જેમાંથી 9,40,705 એક્ટિવ કેસ છે અને 52,73,202 ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી 98,678 લોકોના મોત થઈ ચુક્યા છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)