શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રવાસી મજૂરોની મદદ કરી રહેલા સોનુ સૂદની મહારાષ્ટ્રના રાજ્યપાલે કરી પ્રશંસા, કહી આ મોટી વાત
સોનુ સૂદે લોકડાઉન દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને કર્ણાટક, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડ્યા છે.
મુંબઈઃ કોરોના સંકટના આ સમયમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પ્રવાસી મજૂરોને બસ દ્વારા તેમના ગૃહ રાજ્ય પહોંચાડી રહ્યો છે. તેના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. સોશિયલ મીડિયા પર તેને લોકો અસલી હીરો કહી રહ્યા છે. પ્રવાસી મજૂરોની મદદ કરી રહેલા અભિનેતા સોનુ સૂદની મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ પ્રશંસા કરી છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ મુજબ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ અભિનેતા, ફિલ્મસ્ટાર સોનુ સૂદને ફોન કર્યો અને વિવિધ રાજ્યોમાં પ્રવાસી લોકોને તેમના ગૃહ રાજ્યમાં સુરક્ષિત પરિવહનની સુવિધાના સમર્પિત કાર્ય માટે અભિનંદન આપ્યા.
સોનુ સૂદે લોકડાઉન દરમિયાન ફસાયેલા પ્રવાસીઓને કર્ણાટક, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડ્યા છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સોનુ સૂદની પ્રશંસા કરતું ટ્વિટ કર્યુ હતું,
સોનુના એક ટ્વીટને સ્મૃતિ ઈરાને રીટ્વીટ કરીને કહ્યું, "સોનુ આ મારું સૌભાગ્ય છે કે એક પ્રોફેશનલ સાથી તરીકે બે દાયકાથી તને ઓળખું છું અને એક એકટર તરીકે તમારી પ્રગતિ પર મને ખુશી છે. પરંતુ આ પડકારભર્યા માહોલમાં તમે જે રીતે દયાળુતા બતાવી છે તેને જોઈ મને તમારા પર વધારે ગર્વ થાય છે. જરૂરિયાતમંદોની મદદ માટે તમારો આભાર."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion