શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીને મનાવવા કૉંગ્રેસના ઘણા યુવા નેતાઓએ આપ્યા રાજીનામા
કૉંગ્રેસમાં શુક્રવારે 100થી વધારે નેતાઓએ રાજીનામા આપી દિધા છે. જ્યારે બીજી તરફ ઘણી કમિટીઓને ભંગ પણ કરવામાં આવી છે.
નવી દિલ્હી: કૉંગ્રેસમાં શુક્રવારે 100થી વધારે નેતાઓએ રાજીનામા આપી દિધા છે. જ્યારે બીજી તરફ ઘણી કમિટીઓને ભંગ પણ કરવામાં આવી છે. દિલ્હી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હરિયાણા પ્રદેશ મહિલા કૉંગ્રેસ અધ્યક્ષે રાજીનામું આપી દિધુ છે.
તેલંગણામાં કૉંગ્રેસ કમિટીના તમામ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દિધા છે. AICCમાં પણ ઘણા રાજીનામા પડ્યા છે. ઘણા પદાધિકારીઓએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પર યથાવત રહે તે માટે રાજીનામા આપી દિધા છે.Delhi Congress Chief Sheila Dikshit dissolves all 280 block Congress committees with immediate effect. (File pic) pic.twitter.com/ezS84KNVGQ
— ANI (@ANI) June 28, 2019
દિલ્હી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઢિયા, એઆઈસીસીના સચિવ વીરેંદ્ર રાઠોડ, અનિલ ચૌધરી, રાજેશ ધરમાની અને વિદેશ સેલના સચિવ વીરેંદ્ર વશિષ્ઠે રાજીનામું આપ્યું છે. યૂપીના પૂર્વ પ્રભારી સચિવ પ્રકાશ જોશી, મીડિયા પેનલિસ્ટ સંજય ચોપડાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દિધું છે. હરિયાણા પ્રદેશ મહિલા કૉંગ્રેસની અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં પોતાનું રાજીનામું આપી દિધુ છે. તેણે પત્રમાં લખ્યું છે કે મારૂ રાજીનામું સ્વીકારી લેવામાં આવે અને જો રાહુલ ગાંધી રાજીનામું પરત નહી લે તો મને કોઈ પદ ન આપવામાં આવે.Sumitra Chouhan, Pres Haryana Pradesh Mahila Congress in her resignation letter submitted to President All India Mahila Congress: I'll not accept any party position, till Rahul Gandhi withdraws his resignation. I tender my resignation herewith&I request my resignation be accepted pic.twitter.com/GeVMI5y6hB
— ANI (@ANI) June 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion