Controversial Tweet: મરાઠી અભિનેત્રીએ શરદ પવાર પર કર્યુ આપત્તિજનક ટ્વીટ, પોલીસે પકડીને કરી જેલ ભેગી
પોલીસે મરાઠી ટીવી અને ફિલ્મોની અભિનેત્રી કેતકી ચિતલે પકડી લીધી છે. અભિનેત્રીએ શરદ પવાર વિરુદ્ધ આપત્તિજનક પૉસ્ટ સોશ્યલ મીડિયા પર કરી હતી
Controversial Tweet: મહારાષ્ટ્રમાં રાજકારણમાં દિવસે દિવેસ નવા નવા વળાંક આવી રહ્યાં છે. હવે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના મુખિયા શરદ પવાર (NCP Chief Sharad Pawar) પર આપત્તિજનક પૉસ્ટ (Objectionable Post ) કરવાના આરોપમાં મરાઠી કેતકી ચેટલે (Marathi actress Ketaki Chitle)ને થાણે પોલીસે (Thane Police) પકડીને જેલ ભેગી કરી દીધી છે.
પોલીસે મરાઠી ટીવી અને ફિલ્મોની અભિનેત્રી કેતકી ચિતલે પકડી લીધી છે. અભિનેત્રીએ શરદ પવાર વિરુદ્ધ આપત્તિજનક પૉસ્ટ સોશ્યલ મીડિયા પર કરી હતી. ટ્વીટર પર શરદ પવાર વિરુદ્ધ પૉસ્ટ કરવાના મામલે એક્ટ્રેસ પર કેસ નોંધવામા આવ્યો છે.
કેતકી ચિતલે સોશ્યલ મીડિયા પર શરદ પવારના મોત સુધીની વાત લખી હતી, પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એક્ટ્રેસ કોના ઇશારે આ પૉસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક્ટ્રેસ આવી પૉસ્ટ કરીને ચર્ચામા આવી ચૂકી છે. રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષા રૂપાલી પાટીલે પણ અભિનેત્રી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો.......
ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ કાર દૂર્ઘટનામાં નિધન, જાણો
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !
Crime News: મહિલાએ વોટ્સએપ કોલ કરીને યુવકનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બાદમાં શરૂ થયો આવો ખેલ
Jyotish Tips: આર્થિક તંગીથી છો પરેશાન, તો અપનાવો લવિંગનો આ એકદમ સરળ ઉપાય, થઈ જશો માલામાલ
VIDEO: મહુવા સર્કિટ હાઉસ બાદ આ જિલ્લા પંચાયત કચેરીના કેમ્પસમાં દારુની બોટલો મળી આવતા ચકચાર
IPL મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ, સટ્ટોડિયાનું PAK સાથે કનેકશન !