યુવક પ્રેમિકાના ઘરમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પાડોશીએ બહાર તાળું મારીને મચાવી દીધો હોબાળો, પછી શું થયું ?
માહિતી એવી છે કે, લિસાડી ગેટના નૂર ગાર્ડનમાં ત્રણ દિવસ પહેલા એક યુવક પોતાની પ્રેમિકાના ઘરમાં મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ ઘૂસ્યો હતો.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક સનસનીખેજ ખબર સામે આવી છે. અહીં એક પાડોશીએ પ્રેમી પંખીડાના રંગમાં ભંગ પાડીને હોબાળો મચાવી દીધો. ખાસ વાત છે કે, યુવક પ્રેમિકાના ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો ને પાડોશીએ બહાર તાળું મારીને હોબાળો મચાવી દીધો હતો. મેરઠ જિલ્લાના લિસાડી ગેટ વિસ્તારની અંદર મોડી રાત્રે પોલીસે પોલીસ વાળા જ જાનૈયા બન્યા અને પ્રેમી યુગને નિકાહ કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન બન્ને પરિવારના સભ્યો પણ હાજર રહ્યાં હતાં. નિકાહ કબુલ હૈ કર્યા બાદ મિઠાઇ પણ વહેંચાઇ અને લોકોએ અભિનંદન પણ આપ્યા હતા. જોકે, યુવતીના કોર્ટમાં નિવેદન લેવાના બાકી રાખ્યા છે, અને યુવક હજુ પણ જેલમાં છે. બન્નેના નિવેદનો લેવાઇ ગયા બાદ કબૂલનામુ થશે અને બાદમાં યુવકને જેલમાંથી છોડી મુકવામા આવશે.
માહિતી એવી છે કે, લિસાડી ગેટના નૂર ગાર્ડનમાં ત્રણ દિવસ પહેલા એક યુવક પોતાની પ્રેમિકાના ઘરમાં મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ ઘૂસ્યો હતો. આ દરમિયાન પાડોશીએ મકાનના ગેટને બહારથી તાળુ મારી દીધુ અને ચોર ચોર કરીને બૂમાબૂમ કરી મુકી હતી.
લોકોનુ ટોળુ ભેગુ થઇ જતા ગભરાયેલા યુવકે ધાબા પરથી ભાગવાની કોશિશ કરી પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હતો, અને પોલીસને હવાલે કરી દીધો હતો. આ દરમિયાન લોકોએ યુવકને માર પણ માર્યો હતો. જોકે, બાદમાં બન્ને પક્ષોએ સમાધાન કરવાનો પણ પ્રયાસ કર્યો અને અંતે સહમતી બની ગઇ હતી. પોલીસે યુવક પર કેસ પણ નોંધી લીધો હતો. ખાસ વાત છે કે, બન્ને પક્ષો અને લોકોના ટોળાએ અંતે મોડી રાત્રે યુવક અને યુવતીનો લિસાડી પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ નિકાહ કરાવી દીધા અને બાદમાં ઘરે રહેલી યુવતીએ હા પણ પાડી દીધી હતી. હવે યુવતી કોર્ટમાં પોતાના પ્રેમીના પક્ષમાં નિવેદન આપવાના છે. યુવકને જલ્દી પોલીસ કબૂલનામાં બાદ છોડી દેશે. ઇન્સ્પેક્ટર લિસાડી ગેટ રામસંજીવન યાદવે બતાવ્યુ કે બન્ને પક્ષોમાં સમાધાન થઇ ગયુ છે, આ પછી પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરી દેવામા આવ્યા હતા.