શોધખોળ કરો
મોદી સરકારે સ્માર્ટફોન-લેપટોપની મદદથી ઘેર બેઠાં ડોક્ટરની સલાહ લઈ શકાય એવી ઈ-સંજીવની ઓપીડી શરૂ કરી ?
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ ખાસ કરીને સીનિયર સીટીઝનને હવે સામાન્ય રોગ માટે હોસ્પિટલ જવાની જરૂર નથી.
![મોદી સરકારે સ્માર્ટફોન-લેપટોપની મદદથી ઘેર બેઠાં ડોક્ટરની સલાહ લઈ શકાય એવી ઈ-સંજીવની ઓપીડી શરૂ કરી ? Modi government launches e-Sanjeev OPD where doctors can be consulted at home with the help of smartphones and laptops? મોદી સરકારે સ્માર્ટફોન-લેપટોપની મદદથી ઘેર બેઠાં ડોક્ટરની સલાહ લઈ શકાય એવી ઈ-સંજીવની ઓપીડી શરૂ કરી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/28173617/esanjeevani-opd.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના કાળમાં બધાને ડર સતાવી રહ્યો છે. માટે દર્દી હોસ્પિટલ જતા પણ ડરે છે. એવામાં જૂના અનેક દર્દીઓની દવા અટકી ગઈ છે. જ્યારે નવા દર્દી વાયરસના ડરથી જતા બીવે છે. એવામાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે દર્દીને ઘરે જ ઓપીડીની સુવિધા મળશે. સ્માર્ટફોન, લેપટોપના માધ્યમથી જ ફોન પર ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ થશે. આવો જાણીએ આ વાયરલ મેસેજનું સત્ય શું છે.
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ ખાસ કરીને સીનિયર સીટીઝનને હવે સામાન્ય રોગ માટે હોસ્પિટલ જવાની જરૂર નથી. તેના માટે ઘરે જ ઓપીડીની સુવિધા શરૂ કરવામાં આવી છે. આવા દર્દીઓને ઘરે જ ડોક્ટર દ્વારા સલાહ સૂચનથી સારવાર કરવામાં આવશે.
આ વાયરલ મેજેને લઈને સરકાર તરફથી પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ મેસેજ સાચો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ઈસંજીવની ઓપીડીની ફ્રી સેવા આપી રહી છે. જેમાં ભારતમાં કોઈપણ જગ્યાએથી સ્માર્ટફોન કે લેપટોપ દ્વારા ટેલીફોન પર ડોક્ટર સાથે કન્સલટેશન કરી શકાય છે. આમ આ વાયરલ મેસેજ સાચો હોવાનું પીઆઈબીએ કહ્યું છે. નોંધનીય છે કે, આ માટે પ્લેટ સ્ટોરમાં જઈ ઈ સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી શખાય છે. તેમાં રજિસ્ટ્રેશન કરાવતા જ ટોકન નંબર જનરેટ થઈ જશે. એપર પર ઓનલાઈન દેખાઈ રહેલ ડોક્ટરના નામ પર ક્લિક કરશો તો તરત જ વીડિયો કોલથી કનેક્ટ થશે. ટ્રાલય બેસ પર ચાલી રહેલ આ યોજનામાં હાલમાં કોઈને કોઈ ડોક્ટર ઓનલાઈન રહે જ છે. જ્યારે ભવિષ્યમાં આ માટે સવારે નવ કલાકથી સાંજે ચાલ કલાક સુધીનો સમય નક્કી કરવામાં આવી શકે છે..@MoHFW_INDIA is operating eSanjeevani OPD free teleconsultation system for the public. The online platform will enable people from anywhere in the country to remotely consult doctors using smartphones or computers.#PIBFactcheck https://t.co/8E7IC1oX0k pic.twitter.com/SUfMkdaB4l
— PIB Fact Check (@PIBFactCheck) September 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)