વીજ સંકટઃ દેશમા કોલસાની અછતના કારણે 13 રાજ્યોમાં વીજળી ડૂલની સંભાવના, જાણો
દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજીબાજુ વીજસંકટે સરકારની ચિંતા વધારી દીધી છે. કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્યો વીજસંકટ ઘેરાયુ છે.
દિલ્હી સરકારે ચેતવણી આપી છે કે, રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત છે. આવી સ્થિતિમાં, મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો સહિત તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓને વીજળી પહોંચાડવામાં સમસ્યા સર્જાઇ શકે છે. દાદરી, ઉંચાહાર, કહલગાંવ, ફરક્કા અને જજ્જર પાવર પ્લાન્ટમાંથી દરરોજ 1,751 મેગાવોટ વીજળી દિલ્હી મોકલવામાં આવે છે. દિલ્હીને મોટા ભાગનો પુરવઠો (728 મેગાવોટ) દાદરી-II પાવર પ્લાન્ટમાંથી મોકલવામાં આવે છે. કોલસાના અછતની વચ્ચે દિલ્હી સરકારે નિવેદન પણ આપ્યુ છે.
કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્યો હાલમાં વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજ સંકટના અહેવાલો સામે આવી રહ્યાં છે. ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે.
ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. તો આ સાથે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ