શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

દર્દીઓની મદદ માટે આગળ આવ્યું રિલાયન્સ, 1000 MT ઓક્સીજન દર્દીઓ સુધી પહોંચાડવા માટે 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા

મકેશ અંબાણી, રિલાયન્સ મિશન ઓક્સીજન પર પોતે ધ્યાન રાખી રહ્યા છે. તેમના નેતૃત્વમાં રિલાયન્સ ડબલ રણનીતિ પર કામ કરી રહ્યું છે. પ્રથમ રિલાયન્સની જામનગર સ્થિત રિફાઈનરીમાં ઘણી પ્રક્રિયાઓમાં બદલાવ કરી વધારે ને વધારે જીવનદાયી ઓક્સીજનનું નિર્માણ કરવું અને બીજી લોડિંગ અને પરિવગન ક્ષમતા એટલે કે જરુરીયાતમંદ રાજ્યો સુધી ઓક્સીજન સુરક્ષિત રીતે પહોંચાડી શકાય.

નવી દિલ્હી: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પોતાની જામનગર ઓઈલ રિફાઈનરીમાં દરરોજ 100 ટનથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સીજન કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોને ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ આજે ભારતમાં આશરે 11 ટકા મેડિકલ ગ્રેડ ઓક્સીજનનું ઉત્પાદન કરી રહ્યું છે અને દર 10માંથી 1 દર્દીને ઓક્સીજન આપવામાં આવી રહ્યું છે. 

મકેશ અંબાણી, રિલાયન્સ મિશન ઓક્સીજન પર પોતે ધ્યાન રાખી રહ્યા છે. તેમના નેતૃત્વમાં રિલાયન્સ ડબલ રણનીતિ પર કામ કરી રહ્યું છે. પ્રથમ રિલાયન્સની જામનગર સ્થિત રિફાઈનરીમાં ઘણી પ્રક્રિયાઓમાં બદલાવ કરી વધારે ને વધારે જીવનદાયી ઓક્સીજનનું નિર્માણ કરવું અને બીજી લોડિંગ અને પરિવગન ક્ષમતા એટલે કે જરુરીયાતમંદ રાજ્યો સુધી ઓક્સીજન સુરક્ષિત રીતે પહોંચાડી શકાય.

મેડિકલ ગ્રેડ ઓક્સીજન ઉત્પાદન 

રિલાયન્સની જામનગર રિફાઈનરીમાં કાચા તેલમાંથી ડીઝલ, પેટ્રોલ અને જેટ ઈંધણ જેવા ઉત્પાદ બનાવવામાં આવે છે, અહીં મેડિકલ ગ્રેડ ઓક્સીજન ઉત્પાદન નહોતુ કરવામાં આવતું હતું. પરંતુ કોરોના વાયરસની મહામારી વધી અને ઓક્સીજનની માંગ વધી છે, તેને જોતા રિલાયન્સે એવી મશીનરી લગાવી જેનાથી મેડિકલ ગ્રેડ ઓક્સીજન ઉત્પાદન સંભવ થઈ શક્યું છે.
ખૂબ જ ઓછા સમયમાં રિલાયન્સે મેડિકલ ગ્રેડ ઓક્સીજનનું ઉત્પાદન શૂન્યથી 1000 MT સુધી વધાર્યું છે. આટલા ઓક્સીજનથી દરરોજ 1 લાખ દર્દીઓ શ્વાસ લઈ શકે છે. એપ્રિલ મહીનામાં રિલાયન્સે 15,000 MT અને મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 55,000 MT મેડિકલ ગ્રેડ  ઓક્સીજનની ફ્રી સપ્લાઈ કરી ચૂક્યું છે.

દેશમાં ઓક્સિજનનું લોડિંગ અને સપ્લાય એ એક મોટો અવરોધ બનીને ઉભરી આવ્યો છે. રિલાયન્સના એન્જીનિયર્સે તેનો હલ ઓક્સિજન ટેન્કરમાં રૂપાંતર કરીને નાઇટ્રોજન ટેન્કર શોધી કાઢ્યો છે. આ સિવાય  રિલાયન્સે ઓક્સિજનની સપ્લાઈ ચેઈનને ઝડપી કરવા સાઉદી અરેબિયા, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને થાઇલેન્ડથી 24 ઓક્સીજન ટેન્કર્સ એરલિફ્ટ કર્યા છે. દેશમાં લિક્વિડ ઓક્સીજનની કુલ ક્ષમતાથી તેમાં 500 MTનો વધારો થયો છે.

જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કંઈ નથી

ટેન્કર્સ એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે. જ્યારે રિલાયન્સના પાર્ટનર્સ સઉદી અરામકો અને બીપીએ ઓક્સીજન ટેન્કર્સ ખરીદવામાં મદદ કરી. રિલાયન્સે ભારતીય વાયુસેના અને સહયોગી કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
રિલાયન્સની પહેલા પર સંતોષ વ્યક્ત કરતા રિલાયન્સના ચેરમેન્ મુકેશ અંબાણીએ કહ્યું “જ્યારે ભારત કોવિડ19ની બીજી લહેર સામે લડી રહ્યું છે. ત્યારે મારા માટે અને રિલાયન્સમાં અમારા બધા માટે, જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કંઈ નથી.    ભારતમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનના ઉત્પાદન અને પરિવહન ક્ષમતાને વધારવાની  તાત્કાલિક જરૂરીયાત છે. મને જામનગરના મારા એન્જિનિયરો પર ગર્વ છે જેમણે દેશભક્તિની ભાવના સાથે આ નવા પડકારના પૂરો કરવા માટે અથાક પરિશ્રમ કર્યો છે.  હું વાસ્તવમાં રિલાયન્સ પરિવારના યુવાઓ દ્વારા દેખાડવામાં આવેલા દ્રઢ સંકલ્પનો કાયલ છું, તેઓ એ સમયે ઉભા રહ્યા જ્યારે ભારતને તેમની સૌથી વધારે જરુર હતી.“

મદદના દરેક સંભવ પ્રયાસ કરીશું
 
એક નિવેદનમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે  “ આપણે દેશ અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે મદદના દરેક સંભવ પ્રયાસ કરીશું. દરેક જીવન કિંમતી છે. અમારી જામનગર રિફાઈનરી અને પ્લાન્ટને રાતોરાત બદલવામાં આવ્યા એટલે ભારતમાં મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સીજનનું ઉત્પાદન કરી શકાય. અમારી પ્રાર્થનાઓ દેશવાસિઓ અને મહિલાઓ સાથે છે. સાથે મળી, આપણે આ કપરા સમયને પસાર કરી લઈશું. ”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Scam News: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને કેવી રીતે આપતો હતો સ્કીમ?, જુઓ આ વીડિયોમાંGovt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Embed widget