શોધખોળ કરો
દિલ્લી પહોંચી રાહુલ ગાંધીની કિસાન યાત્રા, 25 દિવસની રાજકીય સફર પુર્ણ
![દિલ્લી પહોંચી રાહુલ ગાંધીની કિસાન યાત્રા, 25 દિવસની રાજકીય સફર પુર્ણ New Delhi City Ncr Rahul Gandhi Will Meet Farmers Today દિલ્લી પહોંચી રાહુલ ગાંધીની કિસાન યાત્રા, 25 દિવસની રાજકીય સફર પુર્ણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/06175909/priti1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: 25 દિવસોથી યૂપીના વિભિન્ન જિલ્લાઓમાં ચાલતી રાહુલ ગાંધીની કિસાન યાત્રા આજે દિલ્લી પહોંચતાની સાથે પુરી થઈ હતી. આજે મેરઠ અને ગાજિયાબાદ થઈને રાહુલની કિસાન યાત્રાએ દિલ્લીમાં પ્રવેશ કર્યો હતો.
દિલ્લીમાં આનંદ વિહાર, પ્રીત વિહાર, વિકાસ માર્ગ થઈને લક્ષ્મી નગર, આઈટીઓ અને રાજઘાટ સુધી પહોંચવામાં કિસાન યાત્રાને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ માર્ગેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પોતાના નેતાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં શીલા દીક્ષિત અને કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાજ બબ્બર પણ તેમની સાથે રહ્યા હતા.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ‘દેવરિયાથી દિલ્લી’ સુધીની કિસાન યાત્રાનું આજે દિલ્લીમાં સમાપન થયું હતું. 21 દિવસ પૂર્વ શરૂ થયેલી રાહુલ ગાંધીની કિસાન યાત્રાનો આજે અંતિમ દિવસ હતો.
ઉત્તર પ્રદેશમાં પોતાની કિસાન યાત્રાથી પાછા ફરતી વખતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્લીમાં ઘણી જગ્યાઓ પર ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. એવામાં કાર્યક્રમના લીધે દક્ષિણ દિલ્લી, મધ્ય દિલ્લી અને પૂર્વી દિલ્લીમાં સામાન્ય લોકોને ઘણી જગ્યાઓ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. જો કે, દિલ્લી પોલીસે લોકો સાથે ખરાબ વ્યવહાર કરી લાઠીચાર્જ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)